fbpx

કેમિકલ વેસ્ટ નિકાલ પ્રોજેક્ટ સ્થાપના મામલે પયૉવરણ બચાવો સમિતિ દ્વારા અપાયેલા ચાણસ્મા બંધ નું એલાન સફળ રહયું..

Date:

પાટણ તા. 27
આગામી 30 જુનના રોજ ઝિલિયા વાસણા નજીક કેમિકલ વેસ્ટ નિકાલ પ્રોજેક્ટની સ્થાપના અંગે સુનાવણી રાખવામાં આવતા તેને પગલે મંગળવારે ચાણસ્મા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

કેમિકલ વેસ્ટ નિકાલ પ્રોજેક્ટ અંતર્ગત મંગળવારે ચાણસ્મા ગ્રામ જનોએ એકત્ર થઈ સુત્રોચાર કર્યા હતા. અને વેપારીઓ એ ચાણસ્મા ના બજારો સજ્જડ બંધ રાખ્યા હતા.

તો આ મામલે ક્લેક્ટરની સૂચનાથી સુનાવણી મોકૂફ રાખી દેવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

પાટણના ચાણસ્મા નજીક આવનારી કેમિકલ વેસ્ટ નિકાલ પ્રોજેક્ટ કંપનીને જાકારો આપવા વિરોધમાં જોડાવવા માટે જાહેર જનતાને અપીલ કરાઈ હતી.

દરમ્યાન જિલ્લાના અધિક નિવાસી ક્લેક્ટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા સોમવારે જાહેરનામુ બહાર પડાયું હતું.જેમાં 30 જૂનના રોજ પ્રોજેક્ટના સ્થળે લોક સુનાવણી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

જાહેરનામા માં જણાવ્યા અનુસાર લોક સુનાવણી મોકૂફ રાખવા સંદર્ભે સ્થાનિક લોકો અને વિવિધ સંગઠનો દ્વારા મળેલ રજૂઆતો અન્વયે આ નિર્ણય લેવાયો છે.

આ અંગે સંબંધીતોને તાત્કાલિક સૂચના આપી જરૂરી નિયમ અનુસાર કાર્યવાહી કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક અધિકારી પાલનપુરને સૂચના આપી છે.

પાટણ જિલ્લાના ચાણસ્મામાં મંગળવારના રોજ ચાણસ્માની પર્યાવરણ બચાવો સમિતિ દ્વારા ચાણસ્મા બંધનું એલાન આપ્યું હતું.

જેને લઈ ચાણસ્મા બજારમાં લોકોએ એકત્ર થઈ પર્યાવરણ બચાવો ,પ્લાન્ટ હટાવો વનસ્પતિ બચાવો ના સૂત્રોચ્ચાર કરી પોતાના ધંધા રોજગાર સ્યભુ બંધ રાખ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચેન્જીસ હેરીટેજ ની તર્જ પર પાટણ મ્યુઝીયમ ખાતે વર્લ્ડ હેરિટેજ ડેના ઉપક્રમે શહેરના પ્રબુદ્ધ નાગરિકોની બેઠક મળી..

ચેન્જીસ હેરીટેજ ની તર્જ પર પાટણ મ્યુઝીયમ ખાતે વર્લ્ડ હેરિટેજ ડેના ઉપક્રમે શહેરના પ્રબુદ્ધ નાગરિકોની બેઠક મળી.. ~ #369News