પાટણ તા. 15 પાટણ તાલુકાના અનાવાડા ક્લસ્ટરના દુધારામપુરા ખાતે ગાય આધારીત પ્રાકૃતિક ખેતીના જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જીલ્લા ખેતીવાડી અને આત્મા પ્રોજેક્ટ વિભાગમાંથી અધિકારીઓ હાજર રહ્યા હતા. સેમિનારમાં ખેડુતોને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા માટે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જેવાકે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસ અને જૈવ અસ્ત્રો તેમજ ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો જેના વિશેની માહીતી આપવામાં આવી હતી. તો પ્રાકૃતિક ખેતીમાં શણ ઇક્કડથી લીલો પડવાસ ખેતીમાં ઉત્તમ ગણાવેલ, જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે, સાથે સાથે જમીનની ફળદ્રુપતા વધારવા માટે પાકની ફેરબદલી, આંતરપાક લેવા જરૂરી હોવાની માહિતી આપી હતી.
નાયબ ખેતી નિયામક વિસ્તરણ દ્રારા ખેડુતોને પ્રાકૃતીક ખેતી તરફ વળવા અને ખેતી ખર્ચ ઘટે તે ઉપરાંત રાસાયણીક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ નહિવત કરવાની ભલામણ કરેલ સાથે ખેડુતોને એક દેશી ગાય રાખીને 20-25 એકર જમીનમાં પ્રાકૃતીક ખેતી કરી શકાય તેમજ સરકારની દેશી ગાય યોજનાનો લાભ લઇને સ્વાવલંબી બનવા માટે ખેડુતોને જાગૃત કરવામાં આવ્યાં હતા.