fbpx

પાટણ પાલિકા દ્વારા ડબ્બે કરાયેલ ઢોરો ની પશુચિકિત્સક દ્રારા તપાસ કરી ટેગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી.

Date:

ટેગ મારવાની કામગીરી પૂર્ણ થયે ડબ્બે કરાયેલ ઢોર ક્રમશઃ પાંજરાપોળ મા મોકલાશે..

સારથી નગર નજીકથી હડકવા ગ્રસ્ત આખલાને મહામુસીબતે ડબ્બે કરી રસી અપાઈ..

પાટણ તા. 27
પાટણ શહેરના લોકો માટે અસહ્ય બનેલ રખડતાં ઢોરો ની સમસ્યા દૂર કરવા પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ રખડતાં ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ દરમિયાન ડબ્બે કરાયેલ ઢોરો ને પાંજરા પોળ મા મોકલતા પૂવૅ પાલિકા દ્વારા તમામ પકડાયેલા ઢોરો ની પશુચિકિત્સક પાસે તેની તપાસ કરાવી દરેક ઢોર ને ટેગ મારવાની કામગીરી મંગળવારે હાથ ધરવામાં આવી હતી.

જે પૈકી પ્રથમ દિવસે 13 જેટલા ઢોરો ની પશુચિકિત્સક પાસે તપાસ કરાવી તમામને ટેગ મારવામાં આવ્યા હતા. તમામ ટેગ મારેલા ઢોરો ક્રમશઃ પાંજરાપોળ ને સોપવામાં આવશે તેવું પાલિકા ની ઢોર ડબ્બા શાખાના સુત્રોએ જણાવ્યું હતું.

તો શહેરના સારથી નગર પાસેના એક વિસ્તારમાં મંગળવારે એક રખડતાં હડકવા ગ્રસ્ત આખલા ને પણ ઢોર ડબ્બા ટીમ દ્વારા મહામુસીબતે ડબ્બે કરી પશુચિકિત્સક પાસે તેને હડકવાની રસી અપાવી ઢોર ડબ્બા મા પુરવામાં આવ્યો હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બાલીસણા ગોવૅધનનાથ હવેલી ખાતે અધિક માસ નિમિત્તે અન્નકુટ ભરાયો..

પાટણ તા. 31 ધર્મ નગરી એવા પાટણ જિલ્લાના બાલીસણા...

સરસ્વતી પો.સ્ટે મા નોધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી સરસ્વતી પોલીસ

ચોરીના મુદ્દા માલ સહિત બે આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની...

પાટણ ના કલ્યાણેશ્વર મહાદેવ ની પોળમાં શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર નો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

બે દિવસીય આયોજિત પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક...