પાટણ તા. 24 વિવિધ લક્ષી પશુ ચિકિત્સાલય, માંડોત્રી જિલ્લા પાટણ દ્વારા આયોજિત પશુ સારવાર સર્જીકલ કેમ્પનું આયોજન ગુરૂવારે સિધ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ખાતે કરવામાં આવેલ હતું. આ મેજર પશુ કેમ્પમાં મેડીસીન,શસ્ત્રક્રિયા, જાતિય આરોગ્ય તથા કૃમિનાશક દવા પશુઓ ને પીવડાવવામાં આવી હતી. કેમ્પમાં કુલ 477 પશુઓને સારવાર આપવામા આવી હતી. કેમ્પમાં અમદાવાદવિભાગના વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડૉ. કે.જી.બ્રહ્મક્ષત્રિય, જિલ્લા પશુપાલન અધિકારી ડૉ.બી.એમ.સરગરા એ ખાસ ઉપસ્થિતિ રહી પશુપાલકોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડયું હતું. ગામના તથા આજુબાજુના ગામો માંથી બહોળી સંખ્યામાં પશુપાલકોએ પશુ સારવારનો લાભ લીધેલ હતો.
આ કેમ્પમાં નાયબ પશુપાલન નિયામક, વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય માંડોત્રીના ડૉ.સી.આર.પ્રજાપતિ, મદદનીશ પશુપાલન નિયામક,પશુરોગ અન્વેષણ એકમ માંડોત્રી પાટણનાડૉ.ટી.જે.પટેલ ,પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના સિદ્ધપુરના ડૉ.એમ.એ.નાંદોલિયા,પશુધન નિરીક્ષક આર.એન.પટેલ, એચ.ડી.પટેલે સેવાઓ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી