fbpx

શ્રી પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રી મેળામાં ખાણી પીણી અને મનોરંજન ની જગ્યા માટે ની જાહેર હરાજી માં ઈતિહાસ સજૉયો…

Date:

પાટણ તા. ૨૩
પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના સપ્ત રાત્રિ મેળા આગામી તા. ૨૬ મી નવેમ્બર થી શરૂ થઈ રહ્યા છે અને તેને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે સપ્ત રાત્રી મેળા દરમ્યાન શ્રી પદ્મનાભ ભગવાનના હારીયા ની જગ્યામાં દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ ખાણી પીણી ના સ્ટોર અને મનોરંજન ના સાધનો ની જગ્યાની જાહેર હરાજી સરકારી પ્રતિનિધિ એવા પાટણ મામલતદાર ની ઉપસ્થિતિમાં બુધવારે આયોજિત કરવામાં આવી હતી જે જાહેર હરાજીમાં શ્રી પદ્મનાભ ભગવાનના મેળા ના ઈતિહાસ મા સૌથી વધારે એટલે કે રૂ. 44 લાખ 60 હજાર અને 500 રૂપિયા ની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.

જોકે હરાજીની આ રકમ માથી સરકાર ની 20℅ રકમ એટલે કે અંદાજીત 9 લાખ જેટલી રકમ બાદ કરતાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટને ચાલુ સાલે સપ્ત રાત્રી મેળા દરમિયાન ખાણીપીણીના સ્ટોલ અને મનોરંજનના સાધનો ની જગ્યા ની આવક પેટે અંદાજિત 35 લાખ રૂપિયા જેટલી રકમ પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ પ્રજાપતિ સમાજ ના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના રેવડીયા મેળા તરીકે પ્રસિધ્ધ એવા સપ્ત રાત્રી મેળામાં મનોરંજન ના સાધનો અને ખાણી પીણી ના સ્ટોલ માટે ની જગ્યા ની જાહેર હરાજીના આ કાર્યક્રમને સફળ બનાવવા પાટણ મામલતદાર સહિત કચેરીના સ્ટાફ સહિત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિના સભ્યોએ સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ની કારોબારી એ વિજાપુર કોલેજમાં બનેલી ઘટના ને લઈને ચાર સભ્યો ની કમિટી બનાવી તપાસ સોંપી..

પાટણ યુનિવર્સિટી ની કારોબારી એ વિજાપુર કોલેજમાં બનેલી ઘટના ને લઈને ચાર સભ્યો ની કમિટી બનાવી તપાસ સોંપી.. ~ #369News

પાટણના ડેરાસણ ગામે શ્રી નર્મદેશ્વર મહાદેવ પરિવારનો પંચકુંડાત્મક યજ્ઞ સહિતના ધાર્મિકઉત્સવ ઉજવાયા..

પાટણ તા. ૧૬પાટણ તાલુકાનાં ડેરાસણા ગામે રવિવારે શ્રી નર્મદેશ્વર...

પાટણના સુજનીપુર ગામે વોકળામાં પાણી પીવા ગયેલા 14 વર્ષના ત્રણ બાળકો ડુબ્યા..

સ્થાનિક તરવૈયાઓ અને પાલિકાની ફાયર રેસ્ક્યુ ટીમે ત્રણેય માસુમ...