google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભક્તિ સભર માહોલમાં બાળાઓ દ્રારા ઝવેરાનું પુજન કરી ગૌરી વ્રતનો પ્રારંભ કરાયો..

Date:

પાટણ તા. 29
નાની બાળાઓ દ્રારા ઝવેરાનું પુજન કરી ગૌરી વ્રત નો ગુરૂવારના પવિત્ર દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી પાંચ દિવસ સંયમ-નિયમ સાથે ઉપવાસ કરી ગૌરી માતાની પૂજા-અર્ચના કરી બાળાઓ ધન્યતા અનુભવશે.આજે દેવપોઢી એકાદશી સાથે કુંવારી દિકરીઓ આદર્શ પતિ તથા પરિજનોની સુખાકારી અર્થે આજથી પાંચ દિવસનાં ગૌરી વ્રત(મોળાકત)ના વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત દરમિયાન પાંચ વર્ષ થી નાની બાળાઓ સંયમ-નિયમના ચુસ્ત આચરણ સાથે ઉપવાસ કરી ગૌરી માતાની પૂજા-અર્ચના કરશે.શહેરમાં આવેલ વિવિધ શિવ મંદિર ખાતે ગૌરી વ્રત(મોળાકત)ની બાળાઓ દ્રારા પૂજા અર્ચના કરાઈ હતી.

આજથી પાંચ દિવસ સુધી બાળાઓ એક ટાઈમ સ્વાદ વિનાનું ભોજન કરશે દરરોજ સવારે ઝુવારા સાથે બ્રાહ્મણો ના ઘરે અને શિવાલયોમાં પહોંચી ગૌરીમાતા ની પૂજા કરી સુર્ભિક્ષની કામનાઓ સાથે કહ્યાંગ્રા કંથ (મન પસંદ વર)ની યાચનાઓ કરશે. હવે સમય સાથે વ્રત-તહેવારો માં પણ આધુનિકતા નરી આંખે જોવા મળી રહી છે થોડા વર્ષો પહેલાં બાળાઓ ઘરે ઝુવારા વાવી પાંચ દિવસ પૂજા-અર્ચના કરતી હતી. પરંતુ આજકાલ તૈયાર જુવારાઓ બજારમાં મળે છે.ધાર્મિક આસ્થાળુઓ પણ આજથી સાડાચાર માસનાં વિશેષ વ્રત-તપ નો પ્રારંભ કરે છે સન્યાસી ઓ પણ એક જ સ્થળે વાસ કરી ભગવાનની વિશેષ ભક્તિ-ભાવ માં લીન રહેતા હોય છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ની કારોબારી એ વિજાપુર કોલેજમાં બનેલી ઘટના ને લઈને ચાર સભ્યો ની કમિટી બનાવી તપાસ સોંપી..

પાટણ યુનિવર્સિટી ની કારોબારી એ વિજાપુર કોલેજમાં બનેલી ઘટના ને લઈને ચાર સભ્યો ની કમિટી બનાવી તપાસ સોંપી.. ~ #369News

સરસ્વતી તાલુકાના અજીમણા પ્રાથમિક શાળા નો 80 મો સ્થાપના દિવસ ઉજવાયો..

સરસ્વતી તાલુકાના અજીમણા પ્રાથમિક શાળા નો 80 મો સ્થાપના દિવસ ઉજવાયો.. ~ #369News