તા.16 મીએ ફાઇનલ લિસ્ટ,અને તા.18 થી 25 સુધી વિદ્યાર્થીઓને ફી ભરવાની રહશે..
પાટણ તા. ૧૦
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં સ્નાતક પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું મંગળવારે કોલેજ દ્વારા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બહાર પડશે અને તા. 16 મીએ ફાઇનલ, અને તા. 18 થી 25 સુધી વિદ્યાર્થીઓને ફી ભરવાની રહશે તેવું યુનિવર્સિટી ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ઉ.ગુ ની 5 જિલ્લાની અંદાજે 500 થી વધુ કોલેજો આર્ટસ, કોમર્સ, સાયન્સ, આઇટી જેવી વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાં તા.16 મે થી જીકાસ પ્રોટલ પર ઓનલાઇન પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
જેમાં છેલ્લી તારીખ 2 જૂન સુધી માં 65 હજાર જેટલા વિદ્યાર્થીઓએ જિકાસ પોટલ પર ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા હતા. ત્યારે આવતી કાલે મંગળવારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજ દ્વારા કોલેજની વેબસાઈટ માં પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બે દિવસ માટે અપલોડ કરશે.વિદ્યાર્થીઓને કોઈ વાંધો કે સુધારો હોય તો કોલેજ ને જાણ કરવાની રહેશે.તા.16 મી જૂન ના રોજ ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.તો તા. 18 થી 25 જૂન સુધી માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કોલેજ માં ફી ભરવાની રહેશે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 500 થી વધુ કોલેજ ના સ્નાતક અભ્યાસક્રમ આર્ટસ, કોમર્સ, સાયન્સ, આઇટી જેવી વિવિધ વિદ્યાશાખાઓમાંમાં પ્રવેશ માટે જિકાસ પોર્ટલ પર ઓન લાઈન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે કે કેમ અને કોઈ મેરીટ લિસ્ટ માં કોઈ સુધારો વધારા કરવામાં માટે આવતી કાલે તા. 11 જૂન ના રોજ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બે દિવસ માટે પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરશે.
જેમાં વિદ્યાર્થીઓને કોઈ ભૂલ કે વાંધો હોય તો તા.12 અને 13 જૂન સુધી માં કોલેજ ને જાણ કરવી પડશે.તો તા. 14 અને 15 જૂન સુધી જે કોઈ ભૂલ કે વાંધો હશે અને કોઈ સુધારો વધારો હશે તો કોલેજ દ્વારા સુધારો કરવામાં આવશે. ત્યાર બાદ તા. 16 જૂન ના રોજ ફાઇનલ મેરીટ યાદી બહાર પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓના નામ મેરીટ લિસ્ટ માં આવી ગયા હશે તેમને આગામી તા.18 થી 25 જૂન સુધી માં કોલેજ માં જઈ પોતાની ફી ભરવાની રહેશે તેવું યુનિવર્સિટી દ્વારા જાણવા મળ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી