વિદેશની ધરતી પર ગીત સંગીતના સૂરો રેલાવવા જઈ રહેલા તમામ કલાકારો નો સન્માન કાર્યક્રમ યોજાયો..
પાટણ તા. 28
નવરાત્રીના પાવન પર્વની ઉજવણી ગુજરાતમાં ખૂબ હર્ષો ઉલ્લાસ અને આનંદ સાથે થતી હોય ત્યારે એવું કહેવાય છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં હશે ગુજરાત તેવી જ રીતે સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ વસે છે એવી જ રીતે અમેરિકામાં પણ જે ગુજરાતીઓ વસે છે તે લોકો વિદેશની ધરતી પર પોતાની માતૃભૂમિ પર ઉજવાતા તમામ પર્વની ઉજવણી શ્રધ્ધા પૂર્વક કરતા હોય છે.
ત્યારે અમેરિકા સ્થિત તમામ ગુજરાતીઓની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે નવરાત્રી ના પાવન પવૅ ની વિદેશ ની ધરતી પર ધૂમ મચાવવા પાટણને ગીત સંગીતના માધ્યમથી જેઓએ ગૌરવ અપાવ્યું છે તેવા પાટણના પનોતા પુત્ર ધીરેન મહેતા તેમની સમગ્ર ટીમ સાથે બીજી વખત અમેરિકાની ધરતી પર ગુજરાતીઓની સાથે નવરાત્રી પવૅ મનાવવા જઈ રહ્યા છે.
ધીરેન મહેતા અને એમની સમગ્ર ટીમમાં સમગ્ર કલાકારો પાટણના છે અને પાટણની સમગ્ર ટીમ અમેરિકા ખાતે આ વખતે પ્રવાસ કરી રહી છે જે પાટણ માટે ગૌરવ રૂપ હોય જેને લઈને પાટણ શહેર માંથી આ કલાકારો ને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે તેમના સન્માન ના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. તો પાટણ ના અનેક લોકો એમને સોશ્યલ મિડિયા ના માધ્યમથી પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે.
ત્યારે પાટણના ગીત સંગીત કલાકારો દ્રારા શહેરના શ્રી જગન્નાથ ભગવાન મંદિર ખાતેના કોન્ફરન્સ હોલ ખાતે ધીરેન મહેતા અને તેમની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવવાનો કાર્યક્રમ પ્રદિપભાઈ બારોટ અને વિષ્ણુભાઈ પ્રજાપતિ ની રાહબરી હેઠળઆયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિદેશની ધરતી પર નવરાત્રી પવૅ મનાવવા જઈ રહેલા ધીરેન મહેતા, પાર્થિવ જોષી,નરેન્દ્રભાઇ ગોંડલીયા,જીતેન્દ્ર મોદી, વિમલ સ્વામી,જીગર બારોટ, રવિ સોલંકી,રીનાઠાકર,અનુપમ ભાડ, વિપુલ પંચીવાલા, ખ્યાતિ ભાવસાર સહિત ના કલાકારોનું પાટણના કલાકારો દ્રારા સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે પાટણના સંગીત કલાકારો મા સંદીપભાઈ ખત્રી,પરેશભાઈ રામી,ડો રાજગોપાલ મહારાજા,વિજયભાઈ
ભાવસાર, પ્રદિપભાઈ બારોટ, વિષ્ણુભાઈ પ્રજાપતિ,અશોક રાજ સહિત ના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી