પાટણ તા. 20
હવામાન વિભાગની આગાહીના પગલે બુધવાર ની રાતથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાની મન મૂકીને વર્ષા થતા શહેરના નીચાણવાળા વિસ્તાર સહિતના હાઇવે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઓ પામી હતી.
તો કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા પડેલા વરસાદ ના કારણે વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી હતી.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સવારે 6 થી સાંજના 6 સુધી માં નોંધાયેલ વરસાદ ના આંકડા જોઈએ તોસંતાલપુર મા 30 MM,પાટણ મા 2 MM,હારીજ 28 MM, સમી 21 MM,શંખેશ્વર 21 MM, સરસ્વતી 33 MM વરસાદ નોધાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી