શહેરમાં ચાલતા બાંધકામના બીયુ પરમિશન તેમજ રોડ રસ્તા ના કામોમાં ચિફ ઓફિસર ની ભાગબટાઈ ના પણ સુર ઉઠયા..
ચાલુ સામાન્ય સભામાં શહેરના ખાલકશાપીર વિસ્તારની સોસાયટીના રહીશો તેમજ ગુલશન નગર વિસ્તારના રહિશોએ પોતાની સમસ્યાઓ ઠાલવી..
પાટણ તા. 29
પાટણ નગરપાલિકાની સોમવારની સાંજે પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી જેમાં બેઠકની શરૂઆતમાં કોર્પોરેટર ડો.નરેશ દવે દ્વારા શહેરમાં જીયુડીસી દ્વારા ચાલતી કામગીરી લઈને સજૉતી સમસ્યા બાબતે પાલિકા એન્જિનિયર સાથે શાબ્દિક ચકમક ઝરતાં વાતાવરણ ગરમાયું હતું.
તો પાલિકા ના ચેરમેન મુકેશભાઈ પટેલ અને સભ્ય શૈલેષભાઈ પટેલે પાલિકા ના ચિફ ઓફિસર દ્વારા શહેરમાં બાધકામ બાબતે અપાતી બીયુ પરમિશન સહિત કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવેલ રોડ રસ્તા ના કામ બાબતે ચિફ ઓફિસર દ્વારા લેતી દેતી કરાતી હોવાના આક્ષેપ કરી સામાન્ય સભામાં ચિફ ઓફિસર સામે અનેક સવાલો ઉભા થવાના હોવા થી જાણી જોઈને ચિફ ઓફિસર રજા ઉપર જતાં રહ્યાં ના પણ આક્ષેપો તેઓ દ્રારા કરી રોડ રસ્તાની ગુણવત્તા મામલે પાલિકા પ્રમુખ દ્રારા કોન્ટ્રાક્ટરની સાથે સાથે ચીફ ઓફિસરને પણ નોટિસ પાઠવી તેનો ખુલાસો આગામી સામાન્ય સભામાં રજૂ કરવા સવૉનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
તો પાલિકાના ભંગારની હરાજી દરમિયાન વેપારી દ્વારા પૂરતી રકમ નગરપાલિકામાં જમા કરાવ્યા વગર તમામ ભંગારનો માલ સામાન લઈ જવા પાછળ પણ ચીફ ઓફિસર નો હાથ હોય તેવા આક્ષેપ કરી વેપારીને આખરી નોટિસ પાઠવી ૩૦ દિવસની મુદત આપી ભંગારની લેણી રકમ નગર પાલિકા માં કરાવવા જણાવી જો વેપારી દ્વારા ૩૦ દિવસમાં રકમ જમા ન કરાય તો તે રકમ ચીફ ઓફિસર પાસેથી વસૂલ કરવાની પણ ધારદાર રજૂઆત શાસક પક્ષના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
પાટણ નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના 80 કામો સાથે વધારાના 16 કામો પૈકી મોટા ભાગના કામો રોડરસ્તા,સ્વચ્છતા,ભૂગર્ભ ગટર, સફાઈ, પીવાનાપાણી, જંતુ નાશક દવા ના છંટકાવ સહિતની બાબતે નો હોય જે પૈકી વિચાર વિમૅશ કરાયા બાદ કેટલાક કામો વિચારણના અંતે મુલત્વી રાખવાની સાથે કેટલાક કામો કારોબારી મા નિણૅય સારૂ મોકલવાનું ઠરાવવામાં આવ્યું હતું. તો કેટલાક કામો વિપક્ષ ના વાધા સાથે મંજૂર કરવામાં આવ્યાં હતાં.
તો નગરપાલિકા ખાતે ચાલુ સામાન્ય સભા દરમ્યાન શહેરના ખાલકશાપીર વિસ્તારની છ કરતાં વધુ સોસાયટી ના રહિશો એ સુત્રોચ્ચાર સાથે તેઓની રોડ રસ્તા, પાણી, સ્વચ્છતા અને સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્ને પાલિકા પ્રમુખ ઉગ્ર રજૂઆત કરી લેખિતમાં રજુઆત આપી તેના નિરાકરણ માટે ચિમકી આપી હતી. તો શહેરના ગુલશન નગર વિસ્તાર ના લધુમતી સમાજના રહિશોએ પણ ચાલું સામાન્ય સભામાં તેઓના વિસ્તારની ઉગ્ર રજૂઆત કરી તેના નિરાકરણ માટે માગ કરી હતી.
પાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં સૌ પ્રથમ વાર કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ, પક્ષના નેતા પ્રમુખ ની હરોળમાં બેસવાની જગ્યાએ સભ્યો સાથે બેસતાં ભાજપ શાસિત પાલિકા મા અંદરો અંદર ના વિવાદો વક્રીયા હોવાનો ગણગણાટ સામાન્ય સભામાં સાંભળવા મળ્યો હતો.
પાટણ નગરપાલિકાની મળેલી સામાન્ય સભા દરમિયાન ભરવાડ સમાજ દ્વારા પાટણ શહેરના કનસડા દરવાજા નજીક અણહિલ ભરવાડ ની પ્રતિમા માટે જગ્યા ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. તો વિઠ્ઠલ ચેમ્બર્સના ભાગીદારોએ પણ વિઠ્ઠલ ચેમ્બર્સના જજૅરિત બનેલા ઉપરના બે માળ ઉતારવાની ચાલી રહેલી કામગીરીમાં પાલિકા સહયોગ આપે તેવી રજુઆત કરી હતી.