કોટૅ માથી ગાડી છોડાવવા સોલવંસી દાખલો કાઢી આપવા બદલ અરજદાર પાસે માગી હતી લાંચ..
પાટણ તા. 25 પાટણ જિલ્લાની રાધનપુર મામલતદાર કચેરીમાં મંગળવારે એસીબીએ સફળ ટ્રેપ કરી જાવંત્રી ગામના ઈન્ચાર્જ તલાટી અને માધાપુરના વકીલને રૂપિયા 12 હજારની લાંચ લેતા ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સોલંવસી દાખલો કાઢી આપવા બદલ ફરિયાદી પાસે લાંચની માગણી કરાયા બાદ અરજદાર દ્રારા ફરિયાદ નોંધાવતા એસીબીએ ટ્રેપ ગોઠવી બંનેને આબાદ ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ આ કામના ફરિયાદીને પોતાના મામાની ગાડીને કોર્ટ માથી છોડાવવા માટે સોલંવસી દાખલાની જરુર હતી. જેથી તેમણે જાવંત્રી ગામના ઈન્ચાર્જ રેવન્યુ તલાટી અંકિત પ્રજાપતિનો સંપર્ક કરતા દાખલો કાઢી આપવાના અવેજ પેટે અંકિત પ્રજાપતિએ રૂપિયા 12 હજારની લાંચની માગણી કરી હતી.જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદ બાદ મંગળવારે પાટણ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવતા રાધનપુર મામલતદાર કચેરીમાં અંકિત પ્રજાપતિ વતી 12 હજાર રૂપિયા ની લાંચ સ્વીકારતા રાધનપુર ના મધાપુરના ખાનગી પ્રેકટીસ કરતાં વકિલ દેવશી ઉર્ફે જીતુભાઈ મોહનભાઈ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. એસીબીએ બંને આરોપીઓને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.તો એસીબી ની સફળ ટ્રેપ ને લઈને લાંચિયા અધિકારીઓ કમૅચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો..