google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

નાયતાના ઓવર બ્રિજ નજીક કારચાલક મહિલાએ બાઈક સવાર પિતા-પુત્રને ટક્કર મારતા પિતાનું મોત નીપજ્યું..

Date:

છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની કામગીરીને લઈને આ માર્ગ પર અકસ્માતો સર્જાતા હોવાની ગ્રામજનોમાં બૂમ.

પાટણ તા. 25 પાટણના હાઇવે માર્ગો પરથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે વાહનો હકારતા ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે અને આવા અકસ્માતના બનાવમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે આવો જ અકસ્માત નો બનાવ મંગળવારે પાટણ નજીકના નાયતા પાસેના ડાયવર્ઝન માગૅ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક પિતા પુત્ર પૈકી પિતા નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું તો પુત્રને ગંભીર ઈજાઓ પહોચી હોય સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે કારચાલક મહિલા ને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતના બનાવવાની મળતી હકીકત મુજબ પાટણ નજીક આવેલા નાયતા ગામના પિતા પુત્ર પોતાના બાઈક ઉપર પાટણ તરફ આવી રહ્યા હતા ત્યારે પાટણ થી શિહોરી તરફ કાર હંકારીને પસાર થઈ રહેલ મહિલા ચાલકે સામેથી આવી રહેલા બાઇક ચાલક પિતા પુત્રને ટક્કર મારતા બાઈક સવાર પિતા પુત્ર રોડ પર પટકાતા બંનેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે કારચાલક મહિલાની કારની એર બેગ ખુલી જતા મહિલાને સામાન્ય લઈ ઈજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત બનેલા બન્ને પિતા પુત્રને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પિતા રામચંદજી વણાજી ઠાકોરનું મોત નીપજ્યું હતું જ્યારે પુત્ર પ્રભાતજી ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલક મહિલા ફુલસ્પીડમાં પોતાની કાર લઈને સામે થી આવતાં બાઈકને ટક્કર મારતાં આ અકસ્માત સજૉયો હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ શિહોરી હાઇવે માર્ગ પર નાયતા ગામ નજીક છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઓવરબ્રિજની કામગીરીને લઈને અપાયેલ ડાયવર્ઝનના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોવાનું નાયતાના ગ્રામજનોએ જણાવ્યું હતું ત્યારે આ ઓવર બ્રિજનું કામ તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ નાયતાના ગ્રામજનોમાં પ્રબળ બનવા પામી છે. અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

લાયન્સ – લીઓ ક્લબ ઓફ પાટણના સેવા કેમ્પનો 20 હજાર થી વધુ પદયાત્રીઓએ લાભ લીધો..

ડિસ્ટ્રિક્ટ ગવર્નર સહિતના મહાનુભાવો એ સેવા કેમ્પની સેવાઓને બિરદાવી..પાટણ...

સિદ્ધપુર શહેર મધ્ય માંથી પસાર થતાં અને બેફામ દોડતા રેતીના ડમ્પરો રોકવા સમસ્યા નિવારણ મંચની માંગ…

રજૂઆતના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી કરવા પરિપત્ર કરાયો..પાટણ...

પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો..

પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો.. ~ #369News