fbpx

પાટણ દેવદશૅન કોમ્પ્લેક્ષમાં આવેલ જે. ડી. બોઈઝ હોસ્ટેલના રૂમ માથી મળેલ યુવક અને યુવતીની લાશ મામલે પોલીસે તપાસ હાથ ધરી..

Date:

પાટણ તા. ૩૧
પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલા દેવ દર્શન કોમ્પલેક્ષની જે.ડી.બોઈઝ હોસ્ટેલમાં ગુરૂવારની મોડી સાંજે યુવક અને યુવતી ની મૃત હાલતમાં મળેલી લાશના પગલે પાટણ બી ડિવિઝન પોલીસે તપાસ ના ચક્રોગતિમાન બનાવ્યાં છે. પોલીસ તપાસમા પાટણનાં દેવદર્શન કોમ્પ્લેક્ષમાં આવેલ જે.ડી બોયઝ હોસ્ટેલ માંથી મળી આવેલા મૃતક યુવક યુવતી ની લાશની ઓળખ વિધી કરતાં યુવક રાહુલ કુમાર સુરેન્દ્ર સિંગ ઉ.20 વર્ષ રહે.ઉત્તર પ્રદેશ વાળા હોવાનું અને યુવાનની રૂમના પંખે ગળે ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી હોવાનું જણાવ્યું હતું

જયારે બાજુના પલંગ માંથી મળેલી મૃતક યુવતી પાટણ ના જુનાગંજ બજાર, જોષીની ખડકીમાં રહેતી જોષી ધ્વનિ રાજેશ ભાઈ ઉ.20 વર્ષ ની હોવાનું અને બન્ને યુવક યુવતીએ પ્રેમ પ્રકરણમાં આત્મ હત્યા કરી હોવાનું તારણ કાઠી પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી આ બનાવની સત્યતા જાણવા શુક્રવારે પોલીસે હોસ્ટેલ સંચાલક રાજુભાઈ માધાભાઈ વણોદ ને પોલીસ મથકે બોલાવી પુછપરછ કરતાં તેઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું

કે તા. 29 મી ને બુધવારના રોજ ઉપરોક્ત યુવાન અને યુવતી બન્ને હોસ્ટેલ ખાતે આવ્યા હતા અને રૂમની માગણી કરી હતી પરંતુ આ બોઈઝ હોસ્ટેલમાં યુવતીને રહેવાની પરમિશન ન હોવાનું જણાવતાં યુવકે પોતાના માટે રૂમ બુક કરાવી જરૂરી ડોકયુમેન્ટ જમા કરાવી ચાવી મેળવી યુવતી ને મુકીને આવું તેમ જણાવી બન્ને યુવક યુવતી ત્યાથી નિકળી ગયાં હતાં અને રાત્રે 11-00 કલાકે યુવક પરત એકલો હોસ્ટેલ પર આવતા હોસ્ટેલ ને લોક કરી હતી.

જયારે બીજા દિવસે એટલે તા. 30 ને ગુરૂવારે તેઓ પોતાના નિત્યક્રમ મુજબ કલાસ ભરવા માટે નિકળી બપોરે હોસ્ટેલ પર પરત ફર્યા હતા અને હોસ્ટેલ સફાઈ કમૅચારી ને બોલાવી સફાઈ ના પૈસા આપીને તે આરામ કરવા ગયાં હતાં અને આરામ કયૉ બાદ તેઓએ ઉપરોક્ત યુવક ના રૂમની તપાસ કરવા જતાં યુવક પંખે ટીગાયેલ હાલતમાં જોવા મળતાં તેઓએ આ બાબતે હોસ્ટેલ ના માલિક ને તેમજ પોલીસ ને ફોન કરી જાણ કરી હોવાનું જણાવ્યું હતું.

તો પોલીસે ધટના સ્થળે આવી રૂમ ખોલતા પંખે ટીગાયેલ યુવકની લાશ ની સાથે સાથે બાજુ ના બેડ પર થી મૃત હાલતમાં યુવતીની લાશ જોવા મળી હતી. જે યુવતી કદાચ બપોર ના સમયે હોસ્ટેલ મા આવી હોવાની હકીકત સંચાલકે પોલીસ સમક્ષ જણાવી હતી.

પાટણ જે. ડી. હોસ્ટેલ માથી મળેલ બન્ને લાશ નુ પાટણ સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોકટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. પેનલ ડોકટરે કરેલ પીએમ બાદ ડોક્ટરોએ જણાવ્યું હતું કે યુવતી ના શરીર પર કોઈ ઘા ના નિશાન ન હતા જયારે યુવક ના ગાળા ના ભાગે નિશાન હતા. બન્ને ના વિશેરા લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ યુવક યુવતી ના મોતનું કારણ ખબર પડશે તેવું ડોકટરો એ જણાવ્યું હતું.

પોલીસ હાલમાં આ મામલે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે પોલીસે હોસ્ટેલ ના સીસીટીવી ફૂટેજ મેળવવા હોસ્ટેલની સિસ્ટમ પોલીસ હસ્તગત કરી તપાસ ના ચક્રો ગતિમાન કયૉ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલા દેવ દશૅન કોમ્પલેક્ષ મા ચાલતી જે. ડી. બોઈઝ હોસ્ટેલ માથી મળી આવેલ યુવક અને યુવતી મૃત દેહને લઈ હાલમાં આ ઘટના સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે ત્યારે સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ બહાર  આવશે..

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં ~ #369News