પાટણ તા. 25 સમીના અમરાપુર ગામેથી પવન ચક્કી માંથી ચોરી થયેલ કોપર વાયરના મુદામાલ સાથે 5 ઈસમોને પાટણ એલસીબી પોલિસે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ સમીના અમરાપુર ગામે થોડા દિવસ પહેલા પવન ચકકી માંથી કોપર વાયર ચોરી કરી અજાણ્યા કેબલ ચોર ઈસમો ફરાર થઇ ગયા હતા.જે બાબતની ફરિયાદ નોધાવા પામી હતી ત્યારે આ કેબલ ચોરીના આરોપીઓ હંસનગર તરફથી સમી તરફ હાઇવે પર પસાર થવાના હોવાની બાતમી ના આધારે પાટણ એલસીબીએ વોચ ગોઠવી 5 ઈસમોને કેબલ ચોરીના મુદામાલ સાથે ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
પાટણ એલસીબીએ ઝડપેલ કેબલ ચોરોએ પોતાના નામ ડાભી (નિરાસીત) વિનોદભાઈ હમીરભાઈ ઉ.વ.21 રહે.અમરાપુર (હંસનગર) તા.સમી જી.પાટણ,ડાભી (નિરાસીત) હમીરભાઈ મોહનભાઈ ઉ.વ.50 રહે.અમરાપુર (હંસનગર) તા.સમી જી.પાટણ, ડાભી (નિરાસીત) નારણભાઈ મોહનભાઈ ઉ.વ.38 રહે અમરાપુર (હંસનગર) તા.સમી જી.પાટણ, નિરાસીત (ઠાકોર) જીવણભાઈ ઉર્ફે ડીઘો કેસાભાઈ ઉ.વ.25 રહે રાફુ (કૈલાશનગર) તા.સમી જી.પાટણ, દેવીપુજક લાભુભાઈ ભીખુભાઈ ઉ.વ.27 રહે. વરાણા (હરીનગર) તા.સમી જી.પાટણવાળા હોવાનું જણાવ્યું હતું.