google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં તાજીયા જૂલુસના માર્ગ પરના ખાડાઓનુ પુરાણ કરી સફાઇ કરવા પાલિકા તંત્ર ને રજૂઆત..

Date:

પાટણ તા. 27 પાટણ શહેરમાં આગામી દિવસોમાં મુસ્લિમ ધર્મના મોહરમ પર્વ અંતર્ગત તાજિયા ઝુલુસ નીકળનાર છે ત્યારે ચોમાસાની ત્ર્તુને ધ્યાનમાં રાખીને તાજિયાના રૂટ પરના વિસ્તારોમાં સાફ સફાઈ અને દવા છંટકાવ તેમજ રોડ પરના ખાડા પુરવા અને રખડતા ઢોરના નિયંત્રણ માટે પગલાં ભરવામાં આવે તે માટે તાજીયા કમિટીના ઉપક્રમે પાટણ નગર પાલિકામાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. પાટણ શહેરમાં તા.29 અને 30 જુલાઈના રોજ તાજીયા ઝુલુસ નીકળનાર છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોઈ તાજીયા જુલૂસના નિયત રૂટ પરના રસ્તાની સફાઈ તેમજ દવા છંટકાવ કરવા અને રખડતા ઢોરોથી લોકોને જાનહાની ન થાય માટે પગલાં ભરવા તેમજ તાજીયા જુલૂસના રૂટમાં ખાન સરોવર, ઇમામવાડા, કાલીબજાર, રાજકાવાડા, ઇકબાલચોક, મોહંમદી વાડો, નાનો મોટો ટાંક વાડો, બુકડી, દોસ્તનો મહોલ્લો, પનાગરવાડો, વનાગવાડો , ગંજશહીદ પીર, કાજીવાડો, પિંજારકોટ, લોટેશ્વર, ખાટકીવાડો, લાલ દરવાજા, રતનપોળ, ત્રણ દરવાજા, દોશીવટ બજાર, પિંડારિયાવાડો તથા સોનીવાડા વિસ્તારમાં રસ્તાના ખાડા પુરવા તથા જાહેર નડતરરૂપ વસ્તુઓ અને રખડતા ઢોર ઉપર નિયંત્રણ કરી જંતુનાશક દવા છંટકાવ કરી સાફ સફાઈ કરવા મુસ્લીમ આગેવાનો દ્રારા રજૂઆત કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે...

પાટણની ક્રિષ્ના હોસ્પિટલ ના તબીબી ભાઈ-બહેન ની આરોગ્ય સેવાને બિરદાવી આરોગ્ય મંત્રીએ સન્માનિત કર્યા..

પાટણની #ક્રિષ્ના હોસ્પિટલ ના તબીબી ભાઈ-બહેન ની આરોગ્ય સેવાને બિરદાવી આરોગ્ય મંત્રીએ સન્માનિત કર્યા.. ~ #369News

પાટણ જિલ્લાનાં 40 આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આયોજન ઘડાયું..

વિભાગીય નાયબ નિયામક,ગાંધીનગરના ડૉ. એસ.કે.મકવાણા એ તાલુકાના સેન્ટરોની મુલાકાત...