કોરોનાના કપરા સમયે પોતાની સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા કરી પાટણ ને ગૌરવ અપાવ્યું.
પાટણ તા. 28
મેડિકલ ક્ષેત્રે પાટણ એ આગવી ઓળખણ ઉભી કરી છે.પાટણની તબીબી સેવા છેક રાજસ્થાનના દર્દીઓ સુધી પહોંચી છે. ત્યારે કોરોનાના કપરા સમયમાં પણ પાટણના તબીબો એ પોતાના આરોગ્યની ચિંતા કર્યા સિવાય રાત દિવસ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા કરી અનેક દર્દીઓને કોરોના મુક્ત બનાવવામાં સહભાગી બન્યા હતા. અને અનેક તબીબો એ કોરોના વોરિયર્સ તરીકે પ્રમાણપત્ર મેળવી પાટણની મેડિકલ નગરી ને ગૌરવ અપાવ્યું હતું.
ત્યારે આ ગૌરવ રૂપી મેડિકલ નગરીને મોરપીંછ સમાન વધુ તબીબી ભાઈ-બહેન ની જોડીએ મેડિકલ ક્ષેત્રે ગૌરવ અપાવી પાટણ નું નામ ઉજળુ કર્યું છે.
પાટણના રેલ્વે સ્ટેશન માર્ગ પર કોહિનૂર સિનેમા ની બાજુ ની ગલીમાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ના તબીબ ભાઈ બહેન ની જોડી એવા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર વિશાલ એમ મોદી તેમજ ડોક્ટર રોશની મોદી પંછીવાલા દ્રારા કોરોનાના સમયે કરાયેલી આરોગ્ય સેવાની નોંધ લઈને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઇ પટેલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણ ક્રિષ્ના હોસ્પિટલના ભાઈ બહેન ની તબીબ જોડીએ મેડિકલ ક્ષેત્રે આપેલ સેવાકીય યોગદાન બદલ મંત્રી સહિત મહાનુભાવો દ્વારા કરાયેલા સન્માનને પાટણના સૌ નગરજનો સહિત પાટણના તબિબોએ સરાહનીય લેખાવી પાટણને મેડિકલ ક્ષેત્રે ગૌરવ અપાવવા બદલ બંને તબીબી ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.