fbpx

પાટણ રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ભારત રત્ન મિસાઈલ મેન ડૉ. કલામ ની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપાઈ.

Date:

પાટણ તા. 27 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 27 જુલાઈ 2023 ના રોજ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની 8મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપાઈ જેમાં 50થી વધુ સહભાગીઓ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ડો. કલામ ના કથન “સપના એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ છો, સપના એ છે જે તમને ઊંઘવા નથી દેતા” તેમને પ્રેરણા આપે છે અને કહ્યું કે ડો. કલામના પ્રેરણાદાયી વારસા, શિક્ષણ, વૈજ્ઞાનિક ભાવના અને દેશભક્તિને પ્રોત્સાહન અને સમાજની સુધારણા માટેના તેમના અતૂટ સમર્પણ અને ભારતના અવકાશ અને મિસાઇલ પ્રોગ્રામમાં તેમની મુખ્ય ભૂમિકાની યાદ અપાવે છે. ડો. કલામ ના જીવન ભવિષ્યની પેઢીઓને જ્ઞાન, નવીનતા અને માનવતાની સેવામાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરે છે. આ સાયન્સ સેન્ટર ભારતને સુપર પાવર અને આત્મનિર્ભર બનાવવા માટે વિદ્યાર્થીઓ અને લોકોમાં ડૉ. કલામના સંદેશ અને કાર્યોને ફેલાવતું રહેશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમ.ઉ.ગુ. યુનિ.સંલગ્ન સાયન્સ કોલેજોમાં બીએસસી સેમ.૧ માં બેઠકો ખાલી રહે તેવી શક્યતા..

હેમ.ઉ.ગુ. યુનિ.સંલગ્ન સાયન્સ કોલેજોમાં બીએસસી સેમ.૧ માં બેઠકો ખાલી રહે તેવી શક્યતા.. ~ #369News

પાટણ તાલુકા પંચાયત પ્રમુખ ઉપ-પ્રમુખ ની ચુંટણી મા ભાજપ નો ભગવો લહેરાયો..

પ્રમુખ પદે લલીબેન રબારી અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકોર...