fbpx

વડાવલીની શ્રી સી.એ.શાહ નુતન વિદ્યાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી કરાઈ..

Date:

ઉપસ્થિત મહાનુભાવો એ બાળકોને કુમ કુમ તિલક કરી મીઠું કરાવી આવકાર્યા.

શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરી વૃક્ષના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા..

પાટણ તા. ૩
રાજ્ય સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની દરેક શાળાઓમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે આવેલી શ્રી સી.એ.શાહ નુતન વિદ્યાલય ખાતે પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો સહિત શાળા પરિવાર દ્વારા પ્રવેશ મેળવનાર બાળકોને કુમકુમ તિલક કરી મોઠુ મીઠું કરાવી શૈક્ષણિક કીટ અપૅણ કરી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો એ શાળા સંકુલ ખાતે વૃક્ષા
રોપણ કરી વૃક્ષના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા.

વડાવલી ની શ્રી સી.એ.શાહ નૂતન વિદ્યાલય ખાતે આયોજિત કરાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ના કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવારે સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જનરલ હોસ્પિટલ સહિત શહેરની અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અવરનેશ કાર્યક્રમ યોજાયો..

જનરલ હોસ્પિટલ સહિત ની હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કાયૅરત...

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ અને દેવુસિંહ ચૌહાણ ની શુભેચ્છા મુલાકાત લેતા મોહન ભાઈ રબારી..

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ અને દેવુસિંહ ચૌહાણ ની શુભેચ્છા મુલાકાત લેતા મોહન ભાઈ રબારી.. ~ #369News

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ..

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ.. ~ #369News

મોબાઇલ ચોરીના ગુનામા સંડોવાયેલ બે આરોપીઓને ચોરીના મોબાઇલ સાથે સિધ્ધપુર પોલીસે ઝડપ્યા..

પાટણ તા. ૧સિધ્ધપુર પોલીસ ટીમે મોબાઇલ ચોરીના અનડિટેકટ ગુનાનો...