પાટણ તા. 27 તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ટેટ,ટાટ પાસ કરેલ ઉમેદવારો માટે જ્ઞાન સહાયક કરાર આધારિત આઉટ સોર્સિંગ શિક્ષકની ભરતી કરવાનું નક્કી કરેલ છે.તે ટેટ,ટાટ ઉમેદવારો તેમજ ભાવી શિક્ષકોનું ભવિષ્ય રોળવાનું કામ હોય જેના વીરોધ માં બુધવારે પાટણ જિલ્લાના ટેટ ટાટ પાસ કરેલ ઉમેદવારો દ્વારા પાટણ જિલ્લા શિક્ષણાધિકારી ને કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તે બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્ર મા જણાવ્યાં અનુસાર ગુજરાત રાજ્યમાં 1600 થી વધુ શાળાઓ ચાલે છે તેમજ સરકાર દ્વારા પણ નક્કી કરેલ છે કે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 40000 થી વધારે શિક્ષકોની ઘટ છે તેમ છતાં સરકાર કાયમી શિક્ષક ની ભરતી કરતી નથી જેનાથી ગુજરાત રાજ્યના બાળકો શિક્ષણ થી વંચિત રહી જશે અને દેશના વડાપ્રધાન નું સૂત્ર ભણશે ગુજરાત જીતશે ગુજરાત ના સ્વપ્ન ને નાંથવાનું કામ થઈ રહ્યું છે તે યોગ્ય ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અહેવાલ યશપાલ સ્વામી