આંગણવાડી કેન્દ્રોમાં મેડીકલ સેવાઓ ઉપરાંત જરૂરી દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવી રહી છે..
પાટણ તા. 28 એનીમિયા મુક્ત ભારત અને કુપોષણ મુક્ત ગુજરાત અન્વયે બાળકોમાં પોષણ સ્તર ઊંચું લાવવાના હેતુસર આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ 0 થી 5 વર્ષના તમામ બાળકો માટે આઈ.સી.ડી.એસ. તથા આરોગ્ય સ્ટાફ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ સમયાંતરે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. આ કામગીરી વધુ વેગવંતી અને અસરકારક બને તે હેતુસર હાલમાં પાટણ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં અતિકુપોષિત (ગ્રોથ ચાર્ટ મુજબ લાલ કલરના) બાળકોનું તાત્કાલિક આઈ.સી.ડી.એસ. સ્ટાફ મારફતે પોષણ સબંધિત સેવાઓ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તદઉપરાંત આર.બી.એસ કે.સ્ટાફ મારફતે આ બાળકોનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે. અતિકુપોષિત બાળકોના મેડિકલ ચેકઅપ ઉપરાંત જરૂરી સેવાઓ જેવી કે, આયર્ન ફોલિક (ટેબલેટ/સિરપ), કૃમિનાશક દવા, વિટામીન- એ વગેરે આપવામાં આવે છે. બાળકોની પ્રાથમિક બીમારીનું નિદાન-સારવાર કરીને ગંભીરબીમારીવાળા બાળકોને સંબધિત સેવાઓ આપવા માટે નિષ્ણાત તબીબોને રીફર કરવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં તાલુકા દીઠ હાલમાં કુપોષિત બાળકોનું સ્ક્રિનીંગ હાથ ધરાયું છે. જિલ્લાનું કોઈ પણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબદ્ધ છે. દરેક તાલુકાઓમાં ગામડા દીઠ બાળકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આર.બી.એસ.કે.ની ટીમ પણ આંગણવાડીની સાથે-સાથે કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવામાં મદદરૂપ બની છે. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન તેમજ જિલ્લા વિકાસ અધિકારીડી.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ. અધિકારી શ્રીમતી ગૌરીબેન સોલંકી તેમજ તેમનો સ્ટાફ cdpo,tho,mo,ms,rbsk team આંગણવાડી પર જઈને બાળકોના વજન તેમજ સ્કીનિંગની કામગીરી કરી રહ્યો છે. કુપોષિત બાળકોનું વજન કરી તેમને વિટામીન એ, આલ્બેન્ડાઝોલ, ifa સીરપ આપી બાળકોનુ ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે.