fbpx

રાધનપુર-સાતલપુર નેશનલ હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓએ ટ્રેલર ચાલકનો ભોગ લીધો..

Date:

પાટણ તા. 4
પાટણ જિલ્લાના રાધનપુર – સાંતલપુર નેશનલ હાઈવે 27 ની બિસ્માર હાલત ના કારણે આ નેશનલ હાઇવે અકસ્માત નું કેન્દ્ર બિંદુ બની રહ્યો હોવા છતાં હાઈવે ઓથોરિટી ના અધિકારીઓ આ બિસ્માર બનેલા નેશનલ હાઈવે પ્રત્યે દુલક્ષ સેવતા બુધવારે આ બિસ્માર બનેલા નેશનલ હાઈવે એ એક વાહન ચાલકનો ભોગ લીધો હોવાનો શોશ્યલ મિડિયા મા વિડિઓ વાયરલ થતાં સનસનાટી મચી જવા પામી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો ને જોતા લાગી રહ્યું છે કે પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા વરસાદના કારણે રાધનપુર સાંતલપુર નેશનલ હાઇવે નંબર 27 ની હાલત બત્તર બની છે ઠેર ઠેર માર્ગો પર મસ મોટા ખાડાઓ વરસાદી પાણી ના કારણે પડી ગયા હોય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માત થવાની સંભાવનાઓ સર્જાવા પામી છે તો ઉબડખાબડ બનેલ માર્ગો ના કારણે નાના-મોટા ચાર થી પાંચ જેટલા અકસ્માતો પણ આ માર્ગ પર સર્જાયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે

ત્યારે વધુ એક આવો અકસ્માત નો કિસ્સો બુધવારે માર્ગ પરથી રાજસ્થાન પાર્સિંગ નું ટ્રેલર લઈ પસાર થઈ રહેલા ચાલકને માર્ગ પરનો વરસાદી પાણી ભરેલો ખાડો નજરે ન આવતા અચાનક ટ્રેલર આ મસ મોટા ખાડામાં પટકાતા ટ્રેલર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ટ્રેલરનો કાચ ફોડીને ચાલક રોડ ઉપર પટકાતા ટેલરના પાછલા ટાયરમાં ચગદાઇ જતાં ધટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

રાધનપુર સાતલપુરના નેશનલ હાઈવે 27 પર આવેલા સીધાડા ગામ નજીક બનેલી આ ઘટનાને પગલે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બિસ્માર રોડને કારણે ખાડામાં ટ્રેલર પછડાતા બની ઘટના ને લઇ લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારીઓ ની માગૅ મરામત ની કામગીરી પ્રત્યે ઉદાસીનતા ને લઇ ટેલર ચાલકના મોત મામલે આક્રોશ વ્યકત કર્યો હતો. રાધનપુર સાતલપુર નેશનલ હાઈવે 27 પર બનેલી આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી ના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક આ નેશનલ હાઇવે 27 ભિલડી થી સામખીયાળી સુધી તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે તે બાબતની લેખિત રજૂઆત ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીજી અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પાલનપુર (NHAI) ને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ચંદ્રુમાણા ગામે સંકટ મોચન હનુમાન મંદિરે હનુમાન જયંતી પર્વની ઉજવણી કરાઈ..

પાટણના ચંદ્રુમાણા ગામે સંકટ મોચન હનુમાન મંદિરે હનુમાન જયંતી પર્વની ઉજવણી કરાઈ.. ~ #369News