fbpx

પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા તા.5 મેં થી 8 મેં સુધી વન્યપ્રાણીઓ અને તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી હાથ ધરાશે..

Date:

જુદા જુદા 45 પોઇન્ટ ઉપર વન વિભાગ ના 57 કર્મચારીઓ ત્રણ પદ્ધતિ અને ટ્રેપ કેમરા ની મદદથી ગણતરી કરશે..

પાટણ તા. 3
પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા જિલ્લા ના 45 પોઈન્ટ પર આગામી તા. 5 થી તા. 8 સુધી દિપડા અને અન્ય વન્ય પ્રાણીઓ અને તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી શરૂ કરવામા આવનાર હોવાનું અને આ ગણતરી કામગીરી માટે વન રક્ષક, વન પાલ અને આર એફ ઓ ને તાલીમ આપવામાં આવી હોવાનું પાટણ વન વિભાગ અધિકારી એ જણાવ્યું હતું.

પાટણ વન વિભાગ દ્રારા આગામી તા. 5 મેં થી તા. 8 મેં એમ 4 દિવસ માટે પ્રાણીઓની ગણતરી કરવામાં આવનાર છે જેમાં દિપડા અને અન્ય વન્યપ્રાણીઓ અને તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે જેમાં જિલ્લા ના 45 પોઈન્ટ ઉપર તા. 5,6 અને 7 મેં ના રોજ દીપડા અને અન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે જેમાં રીંછ, લોકડી,ઝરક, જંગલી બિલાડી ,જંગલી ભૂંડ ,ચીકારા, ઘોર ખડયું,હેડોતરાં જેવા પ્રાણીઓ ની ગણતરી કરવામાં આવશે.

જેમાં 5 અને 6 તારીખે પ્રાથમીક અને 7મેં ના દિવસે સાંજે 6 થી સવારે 9 વાગ્યા સુધીમાં ડાયરેકટ સેમ્પલ કાઉન્ટ (સીધી ગણતરી) –લાઈન ટ્રાન્ઝેકટ, વાહન દ્વારા અથવા ચાલીને, Nસીધી કુલ ગણતરી (ડાયરેકટ ટોટલ કાઉન્ટર બ્લોક કાઉન્ટ કરીને અને આડકતરી માહિતી – અનુભવી ગામ લોકો દ્વારા મળેલ માહિતી દ્વારા ટ્રેનિંગ લીધેલ 57 વન રક્ષક, વન પાલ અને આર એફ ઓ દ્રારા તળાવ, હવાડા, સીમ વિસ્તાર,અને જગલ વિસ્તારમાં પ્રાથમિક ધોરણે કરવામાં આવશે. જયારે 7મેં ના રોજ સાંજે 6થી સવારે 9 આખરી ગણતરી કરવામાં આવશે.

જ્યારે 8 મેં ના રોજ તૃણભક્ષી કે નાના સસ્તન પ્રાણીઓ ( રોઝ, કાળિયાર, ચિત્તલ, સાંભર, ચિંકારા, ચૌશિંગા, ભંકર, મોર, જંગલી ભુંડ વગેરે જેવા પ્રાણીઓની ગણતરી સવારે 7 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી એમ એક દિવસ કરવામાં આવનાર હોય પ્રાણી ગણતરી માટે વન વિસ્તાર માં હવાડા ભરવા માં આવી રહ્યા છે અને હવાડા સામે ટ્રેપ કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી કોઈ પ્રાણી પાણી પીવા આવે તો ખબર પડે. આમ 4 દિવસ ની ગણતરી માં 8 કેમેરા અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ મૂકી ગણતરી કરવામાં આવશે.

સાથે 10 જેટલા બાયનો ક્લિયર નો ઉપયોગ કરી ગણતરી કરવામાં આવશે.અગાઉ 2016માં ગણતરી થઈ હતી જેમા દીપડો-0 રીછ -0,લોકડી 69,ઝરખ -6,જગલી બિલાડી – 28, જગલી ભૂંડ 662,ચીકારા 43 ની નોધણી કરાઈ હોવાનું પાટણ વન વિભાગ ના અધિકારી બિંદુબેન પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુરમાં ઠંડી સામે રક્ષણ મળે તે માટે કરાયેલ તાપણું ની આગે બે લોકો દઝાડયા..

દાઝેલ બંન્ને લોકોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે...

પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં બે આખલા ઓ યુદ્ધે ચડતા દોડધામ મચી..

અવાર નવાર જોવા મળતા આખલા યુદ્ધના દ્રશ્યો ને લઇ...

પાટણમાં વીર માયાદેવની ભક્તિ સભર માહોલ મા પરંપરાગત પાલખી યાત્રા નિકળી..

ઓટલા પરિષદ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું.. પાટણ તા. 28ઐતિહાસિક...

વદાણી હાઇવે માર્ગ ક્રોસકરી રહેલા માસુમ ને ertiga ગાડી ના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે માસુમ નું મોત નીપજ્યું..

વદાણી હાઇવે માર્ગ ક્રોસ કરી રહેલા માસુમ ને ertiga ગાડી ના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે માસુમ નું મોત નીપજ્યું.. ~ #369News