fbpx

મુખ્યમંત્રીની ઉપસ્થિતિ મા પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ભાજપ ના ચાર જિલ્લા પંચાયતનો પ્રશિક્ષણ વગૅ યોજાયો..

Date:

મુખ્યમંત્રીએ પાટણ,કચ્છ, મહેસાણા અને મોરબી જિલ્લા પંચાયતોના સદસ્યોને માગૅદશૅન આપ્યું..

કોરોના કાળમાં કાર્યકરોની સેવાકીય પ્રવૃત્તિઓ અને આરોગ્યલક્ષી સેવાઓને મુખ્યમંત્રીએ બિરદાવી..

પાટણ તા. 30
પાટણ જિલ્લાના પ્રસિધ્ધ જૈન તીર્થધામ શંખેશ્વર ખાતે રવિવારના રોજ ગુજરાતના ચાર જિલ્લા પંચાયતના પ્રશિક્ષણ વર્ગનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.

શંખેશ્વર મુકામે આયોજિત કરાયેલા ચાર જિલ્લા પંચાયતમાં પાટણ મહેસાણા કચ્છ અને મોરબી જિલ્લા પંચાયતમાં પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કોરોના કાર દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા કરાયેલી સેવાકીય પ્રવૃત્તિ તેમજ આરોગ્ય લક્ષી સેવાકીય કામગીરીને બિરદાવી કાર્યકર્તાઓને
રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુઘી પહોંચાડી લોક સેવા કરવાનું સૂચન કર્યું હતું. સાથે સાથે તેઓએપાણી,રોડ રસ્તા વગેરે માટે ના કામોને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી.

વઢીયાર પંથકના જૈન યાત્રાધામ શંખેશ્વર ખાતે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ આવી પહોચતા શંખેશ્વર હેલીપેડ પર ભાજપના આગેવાનો દ્વારા તેઓનું ઉમળકા થી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી રોડ માર્ગે શંખેશ્વર પાર્શ્વ પદ્માવતી શક્તિ પીઠ ગુરૂ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ખાતે પહોંચ્યા તેમણે આચાર્ય પ. પુ.આ.લેખેન્દ્ર શેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન કર્યાં બાદ આર્શિવાદ મેળવ્યા હતા. તેમણે ભાજપ યુવા મોરચાની પ્રદશૅની નિહાળી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.

ત્યારબાદ પાટણ,મહેસાણા,કચ્છ અને મોરબી જીલ્લા પંચાયત ના ચુંટાયેલા સભ્યો ના આયોજિત આઠ જુદા જુદા પ્રશિક્ષણ સત્રો ની જાણકારી મેળવી હતી.

અલગ અલગ વક્તાઓ મારફતે આ સેમીનાર માં બીજેપી સદસ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ પીએમ. સ્વ નિધિ, પીએમ મુદ્રા યોજના, પીએમ આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના સહીત રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોચાડવા જણાવ્યું હતું.

શંખેશ્વર ખાતે આયોજિત આ પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ કે.સી.પટેલે પત્રકારોને પ્રશિક્ષણ વગૅની રૂપરેખા થી માહિતગાર કર્યા હતા. આ પ્રશિક્ષણ વગૅમા રજનીભાઈ પટેલ, મયંકભાઈ નાયક, જિલ્લા પ્રમુખ ડો. દશરથજી ઠાકોર સહિત પાટણ, મહેસાણા, કચ્છ અને મોરબી જિલ્લા પંચાયત ના સધસ્યો, આગેવાનો અને કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી..

ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી.. ~ #369News

જામનગર: અઢી વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યું

જામનગર: અઢી વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યું ~ #369News

પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું અપહરણ, પોલીસે 40 કિમી પીછો કરી મહેસાણાથી યુવકને બચાવ્યો

પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું અપહરણ, પોલીસે 40 કિમી પીછો કરી મહેસાણાથી યુવકને બચાવ્યો ~ #369News #Mehsana