પાટણ તા. 31 અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા ઉત્તર ગુજરાત ક્ષેત્રના પાટણ, સિધ્ધપુર, વિસનગર , મહેસાણા, પાલનપુર,ડીસા, રાધનપુર ,ઊંઝા અને કડી કેન્દ્રના ગ્રાહક પંચાયતના કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ પાટણ સંઘ કાર્યાલય ખાતે સોમવારે સંપન્ન થયો હતો. આ પ્રસંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય સચિવ જયંત કથીરિયા, ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી વસંતભાઈ પટેલ, પ્રાંત કોષાધ્યક્ષ ભરતભાઈ માલવીયા, સંગઠન સંપર્ક અધિકારી જશુભાઈ ચૌધરી સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે સ્વર્ણ જયંતી વર્ષ સમારોહ ને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત કેન્દ્રના કાર્યકર્તાઓ સાથે જુદા જુદા પ્રકારના કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે અંતર્ગત આવનારા સપ્ટેમ્બર માસ સુધીમાં ગ્રાહક પંચાયતના સભ્યોની નોંધણી ઉપરોક્ત કેન્દ્રોમાં થશે તેમજ મહાવિદ્યાલય અને યુનિવર્સિટીઓમાં સાઇબર ક્રાઇમ, ઓનલાઈન ગેમ, ઓટિટી પ્લેટફોર્મ અને બીજા યુવા વિદ્યાર્થીઓને સ્પર્શતા ગ્રાહક લક્ષી કાર્યક્રમો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પાટણ જિલ્લાના સંયોજક અતુલભાઇ પટેલ અને સહ સંયોજક પિનલભાઈ પટેલે સાથે મળીને કર્યું હતું. બેઠકના અંતે સંપર્ક અધિકારી જશુભાઈ ચૌધરીએ આ પ્રકારના કાર્યક્રમો અને અભ્યાસ વર્ગ અવાર નવાર થતા રહે અને જિલ્લા સંયોજક અને સહ સંયોજક ને આગ્રહ કર્યો કે દર બે મહિને ઉત્તર ગુજરાતના તમામ કેન્દ્રો પરના ગ્રાહક પંચાયતના કાર્યકર્તા નો નવા નવા વિષયોના પ્રશિક્ષણ માટે અભ્યાસ વર્ગ યોજવામાં આવવો જોઈએે..
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ઉ.ગુ.ના નવ કેન્દ્રના કાર્યકતૉઓનો પ્રશિક્ષણ વગૅ સંપન્ન થયો.
Subscribe
Popular
More like thisRelated
પાટણમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડીપડવો ના પર્વની ઉજવણી કરી નવા વષૅની શુભેચ્છાઓ પાઠવી…
મહારાષ્ટ્રીયન પરિવારોએ પોતાની ઘરની અગાસી પર કાષ્ટ ની લાકડી...
યુવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે બોર્ડર પરના સૈનિકોને રાખડી બાંધવામાં આવી.
પાટણ તા. 2 યુવા ફાઉન્ડેશન તથા INVINCIBLE NGO દ્વારા...
પાટણના દલિત સમાજના સેવાભાવી યુવાને પોતાની માતૃશ્રીની 11મી પુણ્યતિથિ નિમિત્તે પોતાના મિત્રો સાથે બ્લડ ડોનેટ કર્યું…
શ્રાધ્ધ પક્ષમાં પૂર્વજોના આત્માની શાંતિ અર્થે કામના વ્યક્ત કરાય…પાટણ...
ચાંદીપુરા વાયરસની સંક્રમણને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા શહેરના તમામ વોડૅ વિસ્તારમાં ચૂનાનો છંટકાવ કરાશે..
દરેક વોર્ડમાં ચૂનાની 20 20 થેલીઓ ફાળવવામાં આવી..પાટણ તા....