ઘટનાને પગલે ધારાસભ્યે ધટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરાવી..
પાટણ તા. 31 રાધનપુરના મઘાપુરા ગામે તળાવ માંથી ભેંસો બહાર કાઢવા જતા આધેડ નો પગ લપસતા તળાવ માં ડૂબ્યો હતો જેના સમાચાર ગ્રામજનો સહિત ધારાસભ્ય ને થતા તેઓએ ધટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયા દ્રારા શોધખોળ હાથ ધરી હતી.જોકે હજુ સુધી આધેડ ની કોઈ ભાળ મળી ન હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા ના રાધનપુર ના મધાપુર ગામ ના તળાવ નજીક ગામના ભીખાભાઇ રાવળ પોતાની ભેંસો લઈ ચરાવા ગયા હતા.
જે દરમિયાન ભેંસો તળાવ માં ગઈ હતી તેને બહાર કાઢવા જતા ભીખાભાઈ રાવળ નો પગ લપસતા તેઓ આ તળાવ માં ડૂબ્યા હતા. જે બનાવની જાણ ગ્રામજનોને તેમજ રાધનપુર ના ધારાસભ્ય લવિગજી ઠાકોર ને થતાં તેઓએ ધટના સ્થળે દોડી જઈને સ્થાનિક તરવૈયાઓની મદદથી આધેડ ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ શોધખોળ બાદ પણ આધેડ ની ભાળ મળી આવી ન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ને પગલે ધારાસભ્ય લવીંગજી ઠાકોર દ્રારા મૃત દેહ ને શોધવા માટે NDRF ની ટીમ મોકલવા તંત્ર ને અવગત કયૉ હોવાનું જાણવા મળ્યું છે.