દરેક વોર્ડમાં ચૂનાની 20 20 થેલીઓ ફાળવવામાં આવી..
પાટણ તા. ૨૫
ચાંદી પુરા વાયરસ ની સંક્રમણને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા સ્વચ્છતા શાખનાં ચેરમેન હરેશભાઈ મોદી તથા એસ.આઈ. અને વોર્ડ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમા પાટણ શહેરમા ચાદીપુરા વાયરસને પગલે ખાસ ચર્ચા કરાઇ હતી.
ચાંદીપુરાનો વાયરસ ચુનાના પાવડરથી કાબુમા આવતો હોવાથી હાલમા નગરપાલિકામાં સ્ટોર કરાયેલી ચૂનાની 1200 થેલી કે જેનું હજી લેબ ટેસ્ટીંગ થયું ન હોવાથી તેને ઉપયોગમા લેવાતી નથી.
પરંતુ આ થેલીઓ પૈકી 200 થેલી પાવડરનો ઉપયોગ અત્યારે ચાદીપુરા રોગની અટકાયત માટે વાપરવાનો સવૉનુમતે નિણૅય કરી આ 200 થેલી માથી દરેક વોર્ડમા 20-20 થેલીનું વિતરણ કરી શહેરના તમામ વોડૅ વિસ્તારમાં તેનો છંટકાવ કરવા સુચના આપવામાં આવી હોવાનું સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ જણાવ્યું હતું.
સાથે સાથે આ બેઠકમાં પાલિકા પ્રમુખ દ્વારા શહેર
નાં વહિવટને ગતિશિલ બનાવવા શહેરનાં તમામ પ્રશ્નોનાં નિકાલ માટે કડક સૂચનાઓ આપી હતી. શહેરના રસ્તાઓનાં ખાડા પૂરવા, ગટરો ઉભરાવાની સમસ્યાઓ તથા ગંદા પાણીના નિકાલ સહિતના પ્રશ્નોનો નિકાલ લાવવા તેઓએ સ્પષ્ટ પણે સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી