મહારાષ્ટ્રીયન પરિવારોએ પોતાની ઘરની અગાસી પર કાષ્ટ ની લાકડી પર વસ્ત્ર પહેરાવી ઉધી લોટી ટીંગાડી પુજા વિધિ કરી..
પાટણ તા. ૯
મહારાષ્ટ્રીયન પરિવારોનું નૂતન વર્ષ એટલે કે ગુડીપડવો જેની મંગળવારે પાટણ મા વર્ષોથી રહેતા મહારાષ્ટ્રીયન પરિવારોએ પોતાની પરંપરા અનુસાર પૂજા અર્ચના સાથે ઉજવણી કરીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
ચૈત્ર સુદ એકમના દિવસે મહારાષ્ટ્રના શાલીવાહન શાસક ગૌતમી પુત્ર સાત કર્ણાએ મહારાષ્ટ્ર રાજય માંથી વિદેશીઓને ખદેડી રાજયની સુખસમૃધ્ધિ પુનઃ મેળવી હતી.
ત્યારે આ દિવસને વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે જેને મહારાષ્ટ્રીન પરીવારો ગુડી પડવો કહે છે. ચૈત્ર સુદ મંગળવાર ને એકમ એટલે કે ગુડીપડવોના પવૅ ની સમગ્ર દેશ સહિત પાટણમાં વસતા મહા રાષ્ટ્રીય પરીવારે ઉજવણી કરી સહદય નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.
મહારાષ્ટ્રીયન ભાઇઓ-બહેનો નું નૂતન વર્ષ એટલે ગુડીપડવો મહારાષ્ટ્રીયન પરીવારો મા ગુડીપડવોનું અતિવિશેષ મહત્વ રહેલું છે. ચૈત્ર સુદ એકમથી શરુ થતું આ નવું વર્ષ મહારાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસ
ભેર ઉજવવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રના મુંબઇ, નાસીક, જલગાવ, પુના સહિતના અન્ય રાજ્યોમાં ધંધા રોજગાર અર્થે વસતા મહારાષ્ટ્રીયન પરીવારો આ દિવસે પોતાના ઘરમાં વિશિષ્ટ પૂજા વિધી કરી હતી.
ત્યારબાદ એકબીજા સ્નેહીજનોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પાવન દિવસે પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વસતા આશરે 30 જેટલા મહારાષ્ટ્રીયન પરીવારો ગુડીપડવાના દિવસે પોતાના ઘરની છત ઉપર કાષ્ઠની લાકડી બાંધી તેના ઉપરના ભાગને તેલવાળી કરી તેની ઉપર રેશમી વસ્ત્રની સાડી પહેરાવી ઉપર તાંબાનો કળશ ઢોળી આ ગુડીની હળદર-કંકુ અને ચોખાથી પુજાવિધિ કરી આરતી ઉતારી હતી.
શહેરના ભદ્ર વિસ્તારમાં રહેતા મહિલા એડવોકેટ સંધ્યાબેન પ્રધાને સહ પરિવાર સાથે ચૈત્ર સુદ એકમ ગુડી પડવો એટલે કે મહારાષ્ટ્રીયનના નૂતનવર્ષની વિધીવત રીતે ઉજવણી કરી હતી. આ ઉપરાંત આ ગુડીને લીમડાનો મોર, હાયડો તેમજ ફુલહાર ચઢાવી તેના વધામણા કર્યા હતા. પરિવારના સદસ્યોએ એકબીજાને નવા વષૅની શુભેચ્છાઓ પાઠવી હતી.અને લીમડા ની ચટણી નો પ્રસાદ વિતરણ કરાયો હતો.