fbpx

વારાહી-રાધનપુર માર્ગ પર તેલ ભરેલ કન્ટેનર પલટી મારી જતા માર્ગ પર તેલની રેલમછેલ થઈ..

Date:

આજુબાજુના લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી..

પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા.1 વારાહી-રાધનપુર રોડ ઉપર સાદપુરા ગામના પાટિયા પાસે તેલ ભરેલ કન્ટેનર ગતરાત્રે કોઈ અગમ્ય કારણોસર પલટી મારી જતા માગૅ પર તેલની રેલમછેલ થતાં આજુ બાજુના લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી. અકસ્માતના બનાવ ની મળતી હકીકત મુજબ જગાણા થી એરંડાનું તેલ ભરી મુન્દ્રા જઈ રહેલું કન્ટેનર વારાહીના સાદપુરા ગામના પાટિયા પાસે થી ગત રાત્રિના સમયે પસાર થઈ રહ્યુ હતુ ત્યારે અગમ્ય કારણોસર તેલ ભરેલ કન્ટેનર માર્ગ પર પલટી મારી જતા માર્ગ પર તેલ ની રેલમછેલ સજૉવા પામી હતી.

તો બનાવની જાણ આજુબાજુમાં રહેતા રહીશોને થતા તેઓએ તેલ લેવા માટે પડા પડી કરી હતી. અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી. જોકે કન્ટેનર પલ્ટી મારી જવાના બનાવવામાં ડ્રાઇવર સહિત નો આબાદ બચાવ થતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા ભાજપ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો વકૅશોપ યોજાયો..

વકતા દ્રારા ઉપસ્થિત સૌ ભાજપના આગેવાનો, કાર્યકરોને માગૅદશૅન પુરૂ...