કેમ્પની અંદર જરૂરિયાત મંદ લોકોને આયુષ્યમાન કાર્ડ અને ABHA કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા..
પાટણ તા. 29 પાટણ જનરલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ હેઠળ જરૂરીયાત મંદ દર્દીઓને તમામ આરોગ્યની સેવાઓ મળી રહે તે હેતુથી શુક્રવાર ના રોજ સર્વરોગ નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. આ નિદાન કેમ્પ માં તમામ સ્પેશ્યાલીસ્ટ જેવા કે ઓર્થોપેડીક,ફીઝીશીયન,ગાયનેકોલોજીસ્ટ,આંખના નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત,આર્યુવેદીક અને હોમયોપેથીક,દાંતના ડૉક્ટર તથા NIC.D ક્લીનીકને લગતી સેવાઓની મદદથી સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ તથા ABHA કાર્ડ નિકાળવાની કામગીરી પણ કરવામાં આવેલ હતી.
આ કેમ્પમાં કુલ 657 લાભાર્થી પૈકી ગાયનેક 67 આંખના 72 ફીઝીશીયન, 166, ડેન્ટલ 60, પીડીયાટ્રીક 172, અન્ય 120 દર્દીઓએ લાભ લીધેલ હતો. જયારે 537 લોકો ના લેબોરેટરી ટેસ્ટ,ECG 32 કરવામાં આવ્યા હતા તો 398 લોકો ના ABHA કાર્ડ અને PMJAY કાર્ડ – 22 લોકો ને કાઢી આપવામાં આવ્યાં હતાં.
અહેવાલ યશપાલ સ્વામી