શહેરની વિવિધ શાળાના 587 ભાઈઓ બહેનો આ સમર કેમ્પનો હિસ્સો બન્યા છે..
પાટણ તા. 4
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલીત પાટણ રમત ગમત સંકુલ ખાતે પાટણ શહેરના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે વિવિધ રમતોના સમર કેમ્પનો પ્રારંભ કરવા માં આવ્યો હતો.જેમાં શહેરની વિવિધ શાળાના કુલ 396 ભાઈઓ અને 191 બહેનો મળી કુલ 587 લોકો આ સમર કેમ્પ માં સહભાગી બન્યા છે.
પાટણ શહેરમાં આવેલ સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે વિવિધ રમતો જેવી કે બાસ્કેટ બોલ, ટેનીસ, જુડો, વોલીબોલ, બેડમીન્ટન અને સ્વીમીંગ ના રમતના વિનામુલ્યે સમર કેમ્પનુ આયોજન કરવા માં આવ્યુ છે.ત્યારે પ્રથમ દિવસે રમત ગમત અધિકારી કીરણ પટેલના માર્ગદર્શન નીચે વિવિધ રમતોના સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા ના સમર કોચિંગ કેમ્પ -2023 સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે બાસ્કેટ બોલ, સ્વિમિંગ, ટેનીસ,બેડમિન્ટન, શેઠ એમ. એન પ્રાથમિક શાળા ખાતે ટેકવોન્ડો અને આદર્શ વિદ્યાલય પાટણ ખાતે વોલી બોલ અને જૂડો જિલ્લા કક્ષા ના કોચિંગ કેમ્પ હાલ માં કાર્યરત છે.
જેમા પાટણ શહેરની વિવિધ શાળાના કુલ ભાઇઓ 396, બહેનો 191એ લાભ લઈ રહી છે. તાલુકા કક્ષાએ પણ સમર કોચિંગ કેમ્પ હાલમાં કાર્યરત છે સ્વીમીંગમાં બાળકોને વિનામુલ્યે સમર કેમ્પમાં તરણની તાલીમ શરુ કરી દેવામાં આવી હતી. જેમાં સ્વીમીંગ કોચ અમરતજી ઠાકોર અને લાઇફ ગાર્ડ મોમદખાન પઠાણ, વિક્રમ ભરવાડ અને મહેશ ઠાકોર દ્વારા બાળકોને સ્વીમીંગની તાલીમ આપવામાં આવી રહી છે.
કેમ્પમાં બાળકોને સ્વીમીંગ, જુડો ટેનીસ, બેડમીન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ ની વિનામુલ્યે તાલીમ પણ આપવામાં આવી રહી હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.