ખેતીવાડી અધિકારી સહિત કલેકટરને ખેડૂતો દ્રારા લેખિત રજૂઆત કરવામાં આવી..
પાટણ તા. 1 સરસ્વતી તાલુકાના વામૈયા ગામના ખેડૂતોને ડુપ્લીકેટ બિયારણના કારણે ખેતીમાં નુકસાન થયું હોવાનું બાબતને લઈને ગામના કેટલાક ખેડૂતો દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ સરસ્વતી તાલુકાના વામૈયા ગામના ખેડૂત ઠાકોર લેબુજી દાડમજી, ઠાકોર શકુંજી અનારજી,ઠાકોર સોમાજી સતાજી,ઠાકોર જહાજી સદુજી અને ઠાકોર સોમુજી સદુજી સહિતનાઓ પોતાની ખેતીની જમીનમાં તથા ભાગ વરાડ ની ખેતીની જમીન માં ખેતી કરીને પોતાના કુટુંબ નું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે.
તાજેતરમાં અમારા ગામ ખાતે આવેલ હરસિદ્ધ એગ્રો સેન્ટર ખાતે થી Bollgard II (RB COMPLETE) માર્કાનું સોલાર એગ્રીટેય પ્રા.લિ., ગોંડલ હાઇવે, વાવડલ, રાજકોટ કંપનીનું સાવજ સોલાર ૭૫,બીજ પોતાની ખેતી ઉપયોગ માટે કપાસના છોડ માટે હરસિધ્ધ એગ્રો સેન્ટર ખાતેથી લીધેલ હતું અને તે બીજ નું પોતાના ખેતરમાં વાવેતર કરીને કપાસ ના છોડ રોપવા માટે ઉપયોગ કરેલ હતું પરંતુ આ બીજ સદર નિષ્ફળ ગયેલ અને તે પાક નિષ્ફળ ગયેલ અને તેનાથી આ ખેડૂતો ને ખુજબ મોટું નુકશાન થવા પામેલ અને આ પાક નિષ્ફળ જતા આ અંગેની માહિતી ખેડૂતોએ હરસિધ્ધ એગ્રો સેન્ટર ના માલીકને કરતાં તેઓએ ખેડૂતોની કોઇ વાત સાંભળેલ નહી અને કોઈ યોગ્ય જવાબ પણ આપેલ નહીં તેથી વિમાસણમાં મુકાયેલા ઉપરોક્ત ખેડૂતો એ પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત જિલ્લા કલેકટર ને લેખિત રજૂઆત કરી આવા ડુપ્લીકેટ બીયારણ બનાવીને આવા વેપારી તથા કંપનીઓ દ્વારા ગરીબ ખેડૂતો સાથે છેતરપીંડી કરીને આર્થિક નુકશાન પહોંચાડતા હોવાનું જણાવી કાયદેસર ની કાયૅવાહી કરવા અને ખેડૂતો ને થયેલ નુકશાન નું આવી લેભાગુ કંપનીઓ અને તેના એજન્ટો પાસેથી વસુલ કરી આપવા રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
બોકસ..ડુપ્લીકેટ બિયારણના કારણે વામૈયાના ખેડૂતોને થયેલ નુકસાન પૈકી ઠાકોર લેબુજી દાડમજી- ૩-૫૦ વિઘા, ઠાકોર શંકુજી અનારજી- ૧.૫૦ વિદ્યા, ઠાકોર સોમાજી સતાજી- ૧-૫૦ વિદ્યા, ઠાકોર જહાજી સદુજી – ૧ વિદ્યા, ઠાકોર સોમુજી સદુજી – ૧ વિઘા જેટલી જમીનમાં કરેલ વાવેતરમાં નુકશાન થયેલ હોવાનું ઉપરોક્ત ખેડૂતોએ જણાવ્યું હતું.