એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર પાટણ દ્વારા યુવાનો જાગો
તે અંતર્ગત ત્રી દિવસ પારાયણનુ તથા ભગવાનના હિંડોળા દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસ દરમિયાન સંસ્થાના વરિષ્ઠ પૂજ્ય સંતો દ્વારા અનુભવાત્મક કથા વાર્તાનો લાભ આપવામાં આવ્યો હતો. આજની આ ફાસ્ટ લાઇફમાં કિશોરો, યુવાનોના જીવનમાં ઉદ્ભભવતા વ્યક્તિગત અને પારિવારિક પ્રશ્નોના સમાધાન માટે સંતો દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પારિવારિક સમસ્યા, વ્યક્તિગત સમસ્યા, વ્યવહારિક સમસ્યા, ઝઘડા કંકાસ, કુસંપ, અભાવ અવગુણ, વાણીમાં અવિવેક, નેગેટિવિટી વિચારસરણી આ બધી સમસ્યાનો પારાયણના માધ્યમે વિવિધ ઉપચારવિધિ ,ભક્તિ સભર આયોજનો, વાણીમાં વિવેક વગેરે બાબતોનું કેવી રીતે ધ્યાન રાખવું તેનું સંતો દ્વારા પારાયણના માધ્યમે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વાલા ગુરુજી પરમ પૂજ્ય બાપજી ના દિવ્ય સંકલ્પે તથા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી ની પ્રેરણાથી આ સુંદર મજાની ત્રિ દિનાત્મક પારાયણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસ દરમિયાન યુવાનો તથા બાળકો, કિશોરો સર્વે હરિભક્તોએ આ પારાયણ નો લાભ લઈ પોતાના જીવનમાં જ્યોત જગાવી હતી. આ પારાયણ નું સુંદર આયોજન પાટણ એસએમવીએસ મંદિરના પરમ પૂજ્ય સત્સંગ સ્વામી તથા સંતો દ્વારા તથા એસએમવીએસ મંદિરના હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.