કુલપતિ ના અધ્યક્ષ સ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી બેઠક મળી..
પાટણ તા. ૧૩
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીની કારો બારી બેઠક ગુરૂવારના રોજ યુનિવર્સિટી કુલપતિ ડૉ. કે. સી. પોરીયાં ની અધ્યક્ષતામા યોજાઈ હતી. આ કારોબારી બેઠકમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ વહી વટી કામો,નવા શૈક્ષણિક વર્ષના અભ્યાસક્રમો તેમજ કોલેજની મંજૂરી ના એલ. આઇ. સી રિપોર્ટ સહિતના 39 મુદ્દાઓ એજન્ડામાં મૂકવામાં આવ્યા હતા. જે તમામ મુદ્દાઓ ઉપર કારોબારી સભ્યો દ્વારા ચર્ચા વિચારણા ના અંતે આખરી મંજૂરી માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકવાનો નિર્ણય કરાયા હતા.
કારોબારી બેઠકમાં મુખ્યત્વે છાત્રોના હિતમાં યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં સ્કીલ ડેવલોપમેન્ટ માટેના નવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.જેમાં હેમચંદ્રા ચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ તેમજ માત્ર સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં જ આ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સ દરેક વિદ્યાર્થી ઓ કરી શકશે સાથે જે વિદ્યાર્થી ઓ આ સર્ટિફિકેટ કોર્સ કરશે તેના અભ્યાસના ક્રેડિટમાં બે ગુણ ગણાશે જેથી સર્ટિફિકેટ ની સાથે તેનો અભ્યાસ નો એક ભાગ રહેશે તેવું કુલપતિ ડૉ.કે.સી.પોરીયાંએ જણાવ્યુ હતુ. યુનિવર્સિટી ખાતે મળેલી કારોબારી બેઠક માં યુનિવર્સિટીના કુલપતિ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી