google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રકાશ વિજ્ઞાન અને પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો…

Date:

પાટણ તા. ૯
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણ ના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 9 માર્ચ ના રોજ પ્રકાશ વિજ્ઞાન પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો હતો જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.

નિષ્ણાંત ગાઈડ દ્વારા ઈંટરેકટિવ મોડેલના માધ્યમથી પ્રકાશ વિજ્ઞાન, પરાવર્તન, વક્રીભવન, પ્રકાશના દ્વિ-વાદ ની પ્રકૃતિ અને પ્રકાશીય ઉપકરણ તથા તેની કાર્યપ્રણાલી વિશે વિદ્યાર્થીઓનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકાશીય ઉપકરણો ઘરે કઈ રીતે બનાવી શકાય તેના વિશે જાણીને ખુબજ આનંદિત થયા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે સાયન્સ સેન્ટર શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ સિદ્ધાંતો ને ઊંડાણમાં સમજવા માટે પ્રેરિત કરે છે. આજ ના આ યુવા પેઢી આવતીકાલે વિકસીત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં નવીન પ્રયોગ અને સંશોધન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન કરશે તેવી આશા તેઓએ વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ચાણસ્મા હાઇવે પર લીલીવાડી નજીક સંત શ્રી રવિદાસ બાપુની પ્રતિમાના નિમૉણ માટે ખાતમુર્હત કરાયું..

પાટણ ચાણસ્મા હાઇવે પર લીલીવાડી નજીક સંત શ્રી રવિદાસ બાપુની પ્રતિમાના નિમૉણ માટે ખાતમુર્હત કરાયું.. ~ #369News

ઓવર બ્રિજ ની ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર પસાર થતા ભારે વાહનોના કારણે માર્ગો પોલા બનતાં વાહનો ફસાવાની સમસ્યાઓ સજૉય…

ઓવર બ્રિજ ની ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર પસાર થતા ભારે વાહનોના કારણે માર્ગો પોલા બનતાં વાહનો ફસાવાની સમસ્યાઓ સજૉય… ~ #369News

યુનિવર્સિટી ના એમબીએ અને એમ.કોમ.ના વિધાર્થીઓ દ્રારા ફુડ ફેસ્ટિવલ નું આયોજન કરાયું..

પાટણ તા. ૯પાટણ યુનિવર્સીટીમાં ચાલતા એસ.કે.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ...