પાટણ તા. 4 પાટણ જિલ્લાની માધ્ય. અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટે હાલમાં કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે તા. 1 લી ઓગષ્ટને મંગળવારે સિદ્ઘપુર તાલુકાની શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી અભિનવ હાઈસ્કૂલમાં ગણિત – વિજ્ઞાનના શિક્ષક તરીકે સેવા આપતા ડૉ.રુપેશ ભાટિયાની શાળાના આચાર્ય તરીકે પસંદગી થતાં સમગ્ર મંડળ પરિવાર, સ્ટાફ તથા વાલીગણમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. પાટણ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, મંડળના પ્રમુખ ડૉ. ગિરીશભાઈ ઠાકર, કેળવણીકાર દીપકભાઈ જોશી તથા ઇન્ચાર્જ આચાર્ય રમેશભાઈ જોશીના હસ્તે ડૉ. રૂપેશ ભાટિયાને આચાર્ય તરીકેનો નિમણૂંક પત્ર એનાયત કરતા તેઓએ તા. ૩ ઓગષ્ટને ગુરુવારના રોજ વિદ્યાલયના વિવેકાનંદ સભાગૃહમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વિદ્યોત્તેજક મંડળ અને શ્રી લોક કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓની ઉપસ્થિતિમાં ગણપતિ અનેસરસ્વતી માતાનું પૂજન કરીને આચાર્યનો પદભાર ગ્રહણ કર્યો હતો.
તેઓ નવી જવાબદારીઓ યોગ્ય રીતે વહન કરે તે માટે ટ્રસ્ટીઓ મનુભાઈ પટેલ, ડૉ. વિજયભાઈ ભાવસાર, અનંતભાઈ શુક્લ,કારોબારી સભ્ય નિરંજનભાઈ ઠાકર,ઈલેશભાઈ ઉપાધ્યાય, કનુભાઈ પંચાલ, દિનેશભાઈ પ્રજાપતિ, અનિલભાઈ શાહ, અરવિંદભાઈ દવે, વિદ્યા ભારતીના કાર્યકર્તાઓ પ્રફુલ્લભાઈ પટેલ, ભગવાનભાઈ મકવાણા, શિશુ મંદિર અને અભિનવના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ શુભકામનાઓ પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી