fbpx

પાટણ જિલ્લામાં શરીર સબંધી ગુનાઓ આચરનાર બે ઈસમોની પાસા હેઠળ અટકાયત કરતી વારાહી પોલીસ અને એલ.સી.બી.ટીમ..

Date:

પાટણ તા.૩
પાટણ શહેર થી સમગ્ર જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અસામાજિક પ્રવૃત્તિની સાથે સાથે આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા અસામાજિક તત્વોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવા પાટણ જિલ્લા પોલીસવડા ના આદેશથી પાટણ જિલ્લાની પોલીસે ચક્રો ગતિમાન બનાવ્યા છે.
લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુ સંધા ને ગે.કા અને અસામાજીક પ્રવૃત્તિ કરવા ની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા અને શરીર સબંધી ગુનાઓ આચરનાર ભયજનક વ્યક્તિ તરીકે ની છાપ ધરાવતાં મલેક આશીફ ખાન ઉર્ફે માયા રસુલખાન વાઘાજી રહે. વારાહી, ભોજાણીવાસ તા. સાંતલપુર જી. પાટણ તથા મલેક મહમદખાન હુસેનખાન વાઘાજી રહે. વારાહી ભોજાણીવાસ તા. સાંતલપુર જી. પાટણ વાળાઓ વિરૂધ્ધ માં તેના ગુનાઓ આધારે ગતરોજ એલ.સી.બી. ટીમ પાટણ તથા વારાહી પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ નાઓએ પાસા હેઠળ અટકાયત કરી મલેક આશીફખાન ઉર્ફે માયા રસુલખાન વાઘાજીને મધ્યસ્થ જેલ સુરત તથા મલેક મહમદખાન હુસેનખાન વાઘાજીને મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ જે આધારે પોલીસ અધિક્ષક પાટણ નાઓએ સામાવાળાઓને શોધી કાઢવા કરેલ સુચના આધારે એલ.સી.બી ટીમ પાટણ તથા વારાહી પોલીસ દ્વારા ઉપરોક્ત બન્ને ઈસમોને મધ્યસ્થ જેલ સુરત તથા મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજની વિદ્યાર્થીનીએ ખેલો ઈન્ડિયા સ્પધૉમા સિલ્વર મેડલ મેળવી સિંગાપુર ખાતે યોજાનાર એશિયા કપમાં સિલેક્શન મેળવ્યું..

પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજની વિદ્યાર્થીનીએ ખેલો ઈન્ડિયા સ્પધૉમા સિલ્વર મેડલ મેળવી સિંગાપુર ખાતે યોજાનાર એશિયા કપમાં સિલેક્શન મેળવ્યું.. ~ #369News

પાટણ નગરદેવી કાલિકા માતાજીના મંદિર પરિસર ખાતે ભવ્ય અન્નકૂટ ભરાયો…

પાટણ તા. ૨૨પાટણ નગરદેવી કાલિકા માતાજી ના પ્રાચીન મંદિર...