fbpx

પાટણની શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં વિધ્નહર્તા ગણપતિ દાદાની પધરામણી કરવામાં આવી.

Date:

આજ રોજ પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન પ્રાથમિક શાળામાં તમામ બાળકો આપના પર્વોનું મહત્વ જાણે, સમજે અને ભારતીય સંસ્કૃતિને અનુસરે તેવા હેતુથી શાળામાં તમામ પર્વોની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેથી આજ રોજ પણ ગણેશચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર વિધ્નહર્તા ગણપતિ બાપાનું સ્વાગત ધામધૂમથી કરવામાં આવ્યું અને શાળાના પ્રાંગણમાં ગણપતિ દાદાની ભારતીય પરંપરા અને શાસ્ત્રોના મંત્રોચાર દ્વારા ગણપતિ દાદાની પધરામણી કરવામાં આવી.

ત્યાર બાદ બાળકોએ તથા શાળાના તમામ ગુરુજનો દ્વારા મહા આરતી કરવામાં આવી અને ગણપતિ દાદાની પ્રિય મોદકના લાડુ,પંચામૃત,રેવડી પ્રસાદનું તમામ બાળકોને વિતરણ કરવામાં આવ્યું. આ પ્રમાણે ગણપતિ બાપાની જન્મ-જયંતી પર્વની ઉજવણી શાળામાં હર્ષોઉલ્લાસ અને શ્રદ્ધાભેર કરવામાં આવી. આ પર્વ વિશે શાળાના દરેક બાળકો જાણે અને સમજે તે હેતુથી પાટણની શેઠ એમ.એન. પ્રાથમિક શાળામાં આ તહેવારની ભવ્ય ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવેલ. આ પર્વ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને આચાર્યશ્રીએ પણ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો કરેલ હતો. શાળામાં ‘ગણપતિ બાપ્પા મોરયા’ શબ્દનો નાદથી શાળાનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું જેથી શાળાના પ્રાંગણ ભક્તિમય બની ગયું હતું. આ પર્વ નિમિત્તે શાળાના ઇ.આચાર્ય વસંતભાઈ પટેલે ગણપતિ દાદાની શાળાના તમામ બાળકો અને શાળા પરિવારના તમામ સભ્યોને ગણેશચતુર્થી પર્વની ખૂબ ખૂબ શુભેછાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શહેરના માખણીયા વિસ્તારના ઢોરવાડામાં રખાયેલા અબોલ જીવો ને દાતા પરિવાર દ્વારા એક વર્ષ સુધી લીલો ઘાસચારો પૂરો પડાશે ..

શહેરના માખણીયા વિસ્તારના ઢોરવાડામાં રખાયેલા અબોલ જીવો ને દાતા પરિવાર દ્વારા એક વર્ષ સુધી લીલો ઘાસચારો પૂરો પડાશે .. ~ #369News

યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગ ખાતે ગણેશ ઉત્સવ દરમિયાન શ્રી સન્મુખ 56 ભોગનો અન્નકૂટ ધરાવ્યો..

ભક્તિ સંગીત અને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ડિપાર્ટમેન્ટ ખાતે શ્રી...