આગામી લોકસભાની ચૂંટણી સહિતના કાર્યક્રમો બાબતે વિચાર વિમર્શ કરાયો..
પાટણ તા. 4 આગામી લોકસભાની ચૂંટણી ને અનુલક્ષીને રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિઓ તેજ બનાવવામાં આવી છે ત્યારે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા ખાતે ઉતર ઝોનની સંગઠન બેઠક યોજાઈ હતી. ઉતર ઝોનની મળેલી આ સંગઠન બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પોતાના અધ્યક્ષીય ઉદબોધનમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને માગૅદશૅન પુરૂ પાડી આગામી કાર્યક્રમ ની જાણકારી પ્રદાન કરી હતી.
ઉતરઝોનની મળેલી સંગઠન બેઠક માં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયક, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર સહિત સંગઠન ના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી