પાટણ તા.૫
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ડો. બાબાસાહેબ આંબેડકર ચેર સેન્ટર દ્વારા ડો.આંબેડકરની વિચારધારા અને સામાજીક સમરસતા વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ડો.આંબેડકરના જીવન કવન અને ફિલોસોફી પર આધારિત આ નિબંધ સ્પર્ધા બે વિભાગમાં આયોજિત કરાઈ હતી. જેમાં શાળા વિભાગમાં ધો.૬ થી ૧૨ માટે ડો. આંબેડકરના વિચારો અને કોલેજ વિભાગમાં ડો. આંબેડકર અને સામાજીક સમરસતા વિષય રાખવામાં આવ્યો હતો.
બન્ને વિભાગના મળીને આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.૧૦૦ ગુણની આ નિબંધ સ્પર્ધામાં પાટણની ૬ હાઈસ્કૂલ સહિત બ.કાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદની કોલેજોના વિદ્યાર્થી ઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ નિબંધ સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને ૧ થી ૫ નંબર સુધીના ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને પ્રથમ ક્રમાંકે રુ. ૫૦૦૦, દ્વિતીય ૪૦૦૦, તૃતિય ૩૦૦૦, ચોથા ક્રમાંકે ૨૦૦૦ અને પાચ માં ક્રમાંકને ૧૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી