પાટણ તા. 6 સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પાટણ વિભાગ દ્વારા રવિવારના રજાના દિવસે પાટણ શહેરના સરસ્વતી નદીના તટે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા શ્રી મેલડી માતાજીના મંદિર પરિષરની સ્વચ્છ ભારત સ્વચ્છ પાટણ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પાટણ વિભાગ દ્વારા આયોજિત કરાયેલા આ સફાઈ અભિયાન કાર્યક્રમ અંતર્ગત કાર્યકરો દ્વારા અપના હાથ જગન્નાથ ના સૂત્રને સાર્થક કરતા મંદિર પરિષર ની આજુબાજુમાં ઊગી નીકળેલા જાડી જાખરાઓ દૂર કરી સફાઈ કરી હતી.
આ સફાઈ અભિયાન ઝુંબેશ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા વિકાસ બોર્ડ પાટણ વિભાગના કાર્યકરો સાથે પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના કોર્પોરેટર મનોજ પટેલ પણ જોડાયા હતા અને સફાઈ અભિયાન બાદ દર્શનાર્થે આવેલા ભાવિક ભક્તોને ચા નાસ્તો પીરસ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી