fbpx

પાટણ સાયન્સ સેન્ટર ની ૬૯૩ દિવસોમાં ૧૦ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી..

Date:

પાટણ તા. 9
પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ 1 મે 2022 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે 9 જૂન 2024 ના રોજ 693 દિવસોમાં 10 લાખથી વધુ મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર ની મુલાકાત લીધી હોવાની નવી સિદ્ધિ હાંસલ કરી હોવાનું સાયન્સ સેન્ટર ના સુમિત શાસ્ત્રી એ જણાવ્યું હતું.

લોકાર્પણ થી લઈને અત્યાર સુધીમાં 2000 થી વધુ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું જેમ કે સાયન્ટિફિક વર્કશોપ, સાયન્ટિફિક-શો, જાગૃતિ કાર્યક્રમ, ટ્રેનિંગ પ્રોગ્રામ, વૈજ્ઞાનિક દિન ની ઉજવણી વગેરે નો સમાવેશ થાય છે. જેમાં 5 લાખ થી વધુ સહભાગીઓ આ સાયન્ટિફિક પ્રવૃતિઓનો લાભ લઇ ચુક્યા છે.

સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીનો સ્પષ્ટ સંદેશ છે કે સાયન્સ સેન્ટર આવનાર મુલાકતીઓને મનોરંજન થકી સાયન્ટિફિક શિક્ષણ આપે છે જેમાં ડાયનોસોર ગેલેરી પૃથ્વીના ભૂતકાળ
ના જીવનની સમજમાં વધારો કરે છે, માનવ વિજ્ઞાન ગેલેરી માનવની ઉત્પત્તિ થી લઇ માનવ શરીર સાથે જોડાયેલા દરેક ભાગ વિશે માહિતી આપે છે,

નોબેલ પ્રાઈઝ કેમેસ્ટ્રી ગેલેરી મહાન વૈજ્ઞાનિકો અને તેમની શોધો વિશે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનવા માટે પ્રોત્સાહિત કરે છે, હાઇડ્રોપોનીક્સ ગેલેરી લોકોને આધુનિક ખેતી વિશે જાગૃત કરે છે અને ઓપ્ટિક્સ ગેલેરી પ્રકાશના સિદ્ધાંતોને પ્રકાશિત કરે છે.

તો “આવો અમારી સાથે જોડાઓ અને સાયન્સ ને કઈક નવી રીતે જાણીને ભારત દેશ ને આત્મ નિર્ભર બનાવામાં તમારું યોગદાન આપો.” સાયન્સ સેન્ટર આ નવી સિદ્ધિ હાંસલ કરવા બાદલ બધાજ મુલાકાતીઓ, હિતધારકો અને શુભચિંતકો નો આભાર વ્યક્ત કરે છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સાસરીયા ના ત્રાસ થી કંટાળેલી અને માનસિક અસ્વસ્થ મહિલાને ટીમ અભયમે આશ્રયસ્થાન મા મોકલી મદદ કરી..

પાટણ તા. 1 પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરણાવેલી થરાદની...

પાટણ શહેર સહિત જિલ્લા માં હઝરત ઈમામ હુસૈનની યાદમાં તાજિયા ઝુલુસ નિકળ્યું..

મુસ્લિમ યુવાનોના હૈરત અંગેજ કરતબો લોકોનું આકષૅણ બન્યાં.. ગાયકવાડી સરકારી...

મહાત્મા ગાંધીજી ની 154 ની જન્મ જયંતી પર્વ ની રાજકીય,સામાજિક અને વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરાઈ..

ગાંધીજીની પ્રતિમાને માલ્યાપણૅ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કરાયા.. પાટણ તા....