fbpx

પાટણ એસટી ડેપોમા વગૅ ૪ નો કમૅચારી રૂ.એકહજારની લાંચ લેતાં ઝડપાયો…

Date:

પાટણ તા. ૧૨
પાટણ એસટી ડેપોમાં વર્ગ-૪ ના ઓફિસ વર્ક કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ધાર્મિક કાર્ય માટે રજા મંજુર કરવા રૂપિયા 1000 ની લાંચ ની માંગ કરી હોય જે રકમ અરજદાર આપવા માંગતો ન હોય તેઓએ acb નો સંપર્ક કરી છટકું ગોઠવતા બુધવારે વર્ગ ચાર નો કર્મચારી રૂપિયા 1000 ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો હોવાની ઘટનાને પગલે લાંચિયા અધિકારીઓને કર્મચારીઓમાં ફેલાઈ જવા પામ્યો હતો. તો લાંચ લેતા ઝડપાયેલા વર્ગ ચાર ના કર્મચારી સામે એસીબીએ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ આ કામના ફરિયાદી એસ ટી વિભાગ માં નોકરી કરતા હોઈ તેમને ધાર્મિક કામ અર્થે રજા ની જરૂર હોઈ જેથી આ કામના ફરિયાદીની રજા મંજુર કરવા પાટણ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર વર્ગ ૪ ના ઓફિસ વકૅ ગૌતભાઈ મંગળ ભાઈ રાવલનો સંપર્ક કરતા તેઓએ રજા મંજુર કરવા ફરીયાદી પાસે રૂ. ૧૦૦૦/- ની ગેરકાયદેસર લાંચ ની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદી એ પાટણ એ.સી.બી.નો સંપર્ક કરેલ અને ફરિયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રુ. ૧,૦૦૦/- ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂ.૧,૦૦૦/- લાંચના નાણાં એસટી ડેપોમા સ્વીકારતા ટીમે રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપીંગ અધિકારી તરીકે એમ.જે.ચૌધરી., પો.ઇન્સ. એ. સી. બી. પાટણ અને સુપરવીઝન અધિકારી કે.એચ. ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ દ્રારા સફળ ટ્રેપ કરાતા લાંચિયા અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના લીલી વાડી બ્રિજ નજીક હીરો ઇલેક્ટ્રીક બાઈક ના શોરૂમ મા આગ ભભૂકી ઊઠી..

પાટણના લીલી વાડી બ્રિજ નજીક હીરો ઇલેક્ટ્રીક બાઈક ના શોરૂમ મા આગ ભભૂકી ઊઠી.. ~ #369News

પાટણ ના નવા બસ સ્ટેશનની પાછળના ભાગના માગૅ પર પાણી ભરાવાની સમસ્યા એ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા..

પાટણ ના નવા બસ સ્ટેશનની પાછળના ભાગના માગૅ પર પાણી ભરાવાની સમસ્યા એ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા.. ~ #369News

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા..

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા.. ~ #369News