પાટણ તા. 7 પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનની ટીમે વિદેશી દારૂની હેરાફેરી નો પડદાફાસ કરી વિદેશી દારૂના જથ્થા સાથે ઈનોવા અને સ્વીફટ ગાડી ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિને ડામી દેવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલા આદેશ ને લઈ ગતરોજ હારીજ પોલીસ સ્ટેશન ટીમે સધન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ખાનગી રહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નં GJ 06 KD 4009 માં ગે.કા ભારતીય વિદેશી દારુ ભરી હેરાફેરી કરાઈ રહેલ છે અને તે ગાડીના આગળના ભાગે પાયલોટીંગમા એક ગ્રે કલરની ઇનોવા ગાડી નં GJ 04 BE 2944 ની છે
જે બંને ગાડીઓ થરા ગામેથી આવી રહેલ છે અને બોરતવાડા ત્રણ રસ્તા તરફ આવનાર છે જે હકીકત આધારે બે પંચોના માણસો સાથે હારીજ પોલીસના માણસોએ નાકાબંધી ગોઢવતા હકીકત વાળી સ્વીફ્ટ તથા ઇનોવા ગાડીઓ બોરતવાડા ત્રણ રસ્તા આગળ નાકાબંધી તોડી ભાગવાનો પ્રયત્ન કરતા બંને ગાડીઓને ખાનગી તથા સરકારી વાહનની આડાશ કરતા ઇનોવા તથા સ્વીફ્ટ ગાડીના ડ્રાઇવરો તથા અંદર બેઠેલ ઇસમો ગાડીઓ સ્થળ પર મુકી નાસી ગયેલ જે બન્ને ગાડીઓ હારીજ પો.સ્ટે લાવી તપાસ કરતા ગાડી માથી વિદેશી દારૂ ની બોટલો નંગ 200 અને બે ગાડી સહિત ના મુદામાલ ને પોલીસે હસ્તગત કરી આગળની કાર્યવાહી હારીજ પોલીસે હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી