google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના શિહોરી ત્રણ રસ્તા નજીક અગમ્ય કારણસર ગાડી પલટી ખાઈ જતા પાટણના એન્જિનિયરનું મોત..

Date:

અકસ્માતની જાણ પરિવારજનોને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા : પોલીસે તપાસ હાથ ધરી..

પાટણ તા. 19
પાટણના શિહોરી ત્રણ રસ્તા નજીક ગુરુવારની મોડી સાંજે અગમ્ય કારણોસર બ્રેઝા કાર પલ્ટી ખાઈ જતાં કાર ચાલક પાટણના આશાસ્પદ એન્જિનિયર નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત ઘટનાની મળતી હકીકત મુજબ મુડેઠા ગામે પાવર ગ્રીડ ઇન્ડિયન લિમિટેડ કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અને પાટણ ખાતે રહેતા મહેશભાઈ ચૌહાણ ગુરુવારની સવારે પોતાની બ્રેઝા ગાડી નંબર gj 24 af 78 86 લઈને મુડેઠા પોતાની ફરજ પર નીકળ્યા હતા અને રાત્રે 8:30 ના સુમારે તેઓ મુડેઠા થી પોતાની બ્રેઝા કાર લઈને પાટણ આવી રહ્યા હતા ત્યારે શિહોરી ત્રણ રસ્તા નજીક અગમ્ય કારણોસર તેઓની કાર રોડ સાઇડના તાર વાળા ખેતરમાં પલટી ખાઈ જતા મહેશભાઈ ચૌહાણ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી મૃતક મહેશભાઈ ચૌહાણના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસે મૃતકની લાશનું પંચનામુ કરી પીએમ કરાવી લાશને વાલી વારસો ને સોંપવામાં આવી હતી. આ અકસ્માતની મૃતકના પિતા હરજીવન
ભાઈ શંકરભાઈ ચૌહાણ એ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે
.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ કોર્ટે રૂા.૫ લાખ ના ચેક રિટર્ન કેસ માંથી આરોપી ને છોડી મૂકયો..

વકીલ એસ.એમ.સોલંકી ની રજુઆત ને ધ્યાનમાં રાખીને કોર્ટે નિર્ણય...

સરકારી નાણાની ઉચાપતના ગુનામા છેલ્લા 1વર્ષ થી નાસતા ફરતા આરોપીને વારાહી પોલીસે દબોચ્યો.

પાટણ તા. 10પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ ચીરાગ કોરડીયા...

રાધનપુર વારાહી નેશનલ હાઈવે માર્ગ પર ત્રણ ટ્રેલર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા એક નુ મોત..

ઇજાગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડી ફસાયેલા ઈસમોને બહાર...

ઉડાન વિદ્યાલય ની બાલવાટિકા દ્વારા કૌન બનેગા બીરબલ સ્પર્ધા યોજાઈ…

ઉડાન વિદ્યાલય ની બાલવાટિકા દ્વારા કૌન બનેગા બીરબલ સ્પર્ધા યોજાઈ… ~ #369News