fbpx

યુજીવીસીએલ દ્રારા પાટણ સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં સ્માટૅ મીટર લગાવવાની કામગીરી હાલમાં મુલત્વી રખાઈ હોવાનો પરિપત્ર કરાયો..

Date:

પાટણ તા. ૧૮
પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી હોવાનું યુજીવીસીએલ પાટણ વિભાગીય કચેરીના સુત્રો દ્રારા જાણવા મળેલ છે. યુજીવીસીએલ પાટણ વિભાગીય કચેરી ના કાર્યપાલક ઈજનેર દ્વારા કરાયેલ પરિપત્રમાં જણાવ્યું છે કે વીજ ગ્રાહકોના સાદા વીજ
મીટર તબદીલ કરીને સ્માર્ટ વીજમીટર લગાડવા માટેની પાટણ શહેર તેમજ પાટણ જીલ્લામાં જે ચર્ચા ચાલી રહેલ છે, તેના અનુસંધાનમાં જણાવવાનું કે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલમાં કરવામાં આવનાર નથી. તેમજ ઉત્તર ગુજરામાં હાલ પુરતી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલમાં સ્થગિત રાખવામાં આવેલ હોવાનું કાર્યપાલક ઈજનેર ઉ.ગુ.વી.કં.લી.,વિભાગીય કચેરી, પાટણ ના પરિપત્રમાં જણાવ્યું છે.

તો સ્માર્ટ વિજ મીટર મામલે પાટણ યુજીવીસીએલ ના કાયૅપાલક ઈજનેર વી.બી.પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં પાટણ શહેરમાં કુલ ૨૮ જેટલા સ્માર્ટ મીટર ટેસ્ટીંગ માટે લગાવવામાં આવ્યા છે. જેમાં યુજીવીસીએલ કચેરી સહિત કેટલાક વિજ કંપનીમાં ફરજ બજાવતા કમૅચારી ઓ અને કેટલીક સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવી ટેસ્ટીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ ટેસ્ટીંગ પ્રક્રિયાના આધારે શહેરમાં સ્માર્ટ મીટર લગાવવા કે નહિ તે મામલે યુજીવીસીએલ દ્રારા નકકી કરવામાં આવનાર છે. હાલમાં ફક્ત ટેસ્ટીંગ પ્રક્રિયા માટે જ ૨૮ જેટલા સ્માર્ટ મીટર શહેરની યુજીવીસીએલ કચેરી તેમજ કેટલીક સરકારી કચેરીઓ અને વિજ કંપનીના કમૅચારીઓ ને ત્યાં લગાવવામાં આવ્યા છે બાકી શહેરમાં કોઈ જ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યાં ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સાતલપુર ના ઝઝામ નજીક થી પસાર થતી નમૅદા ની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ના જીવ પડીકે બંધાયા..

સાતલપુર ના ઝઝામ નજીક થી પસાર થતી નમૅદા ની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ના જીવ પડીકે બંધાયા.. ~ #369News

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ના 44 માં વર્ષની પાટણ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરાઈ..

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ના 44 માં વર્ષની પાટણ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ..

પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ.. ~ #369News