fbpx

પાટણ ગાંધી સ્મૃતિ હોલ માં સામાજિક સમરસતા પર વ્યાખ્યાન યોજાયું..

Date:

પાટણ તા. 7

‘વસુધૈવ કુટુંબકમ્’ મંત્ર સાથે સમગ્ર ભારતમાં સામાજિક સમરસતાની જયોત પ્રગટાવનાર સંતો મહાત્માઓના યોગદાનના સ્મરાણાર્થે તેમજ સામાન્ય જન સુધી સમરસતાના ભાવ પ્રગટીકરણ ના હેતુ સર તા.1 સપ્ટેમ્બર થી તા. 11 સપ્ટેમ્બર સુધી પાટણમાં આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞ ના અવસરને અનુલક્ષીને રવિવારે ‘સમર્થ-સમરસ-યજ્ઞ (યજ્ઞ થકી સમાજ પરિવર્તન) સ્વરૂપે એક દિવસીય પરીસંવાદનું આયોજન શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

રવિવારે રાત્રે પાટણના ગાંધી સ્મૃતિ હોલમાં આયોજિત આ વ્યાખ્યાન ના મુખ્ય વક્તા કિશોરભાઈ મકવાણા દ્વારા ‘સામાજિક સમરસતા’ પર મનનિય વ્યાખ્યાન આપ્યું હતું. પરિસંવાદના અતિથી વિશેષપદે મહંત શ્રી સંજીવન દાસજી (બંધવડ હનુમાનજી મંદિર ધ્યાન યોગ આશ્રમ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે ઉપસ્થિત સૌએ અસ્પૃશ્યતા-જાતિવાદ જેવા દૂષણ દૂર કરી સમરસ હિન્દુ સમાજનો સંકલ્પ ગ્રહણ કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાલિકાની ત્રણ મહત્વની શાખાના કોન્ટ્રાક્ટરોએ પાલિકા ને બદનામ કરવાનું કામ કર્યું છે : ચેરમેન..

પાલિકાની અંતિમ કારોબારી બેઠકમાં ચેરમેને પોતાની હૈયાવરાળ વ્યકત કરી.. પાટણ...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રકાશ વિજ્ઞાન અને પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૯ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણ નાના બાર કડવા પાટીદાર સમાજના યુવા સંગઠન દ્વારા સમાજની 172 દિકરીઓને સવૉઈકલ વેક્સિન નો પ્રથમ ડોઝ અપાયો..

સમાજની દિકરીઓને ગભૉશયના કેન્સર થી સુરક્ષિત બનાવવા આયોજિત નિશુલ્ક...