fbpx

યુનિવર્સિટી ખાતે મળેલી બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર ની બેઠકમાં રૂ 1.51 કરોડનું બજેટ રજૂ કરાયું..

Date:

કાર્યકારી કુલપતિના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે વિચાર વિમૅશ કરાયો.

પાટણ તા. 7 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની બેઠક સોમવારે યોજાઇ હતી. આ બેઠકમાં વિદ્યાર્થી કલ્યાણ અને ઘડતરલક્ષી પ્રવૃત્તિ સહિત આગામી સમયમાં યોજાનાર આંતર કોલેજ યુવા મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરનું રૂપિયા 1.51 કરોડનું બજેટ પણ રજુ કરવામાં આવ્યું હતું. પાટણની હેમ.ઉ.ગુ.યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે વિદ્યાર્થી કલ્યાણ અને ઘડતરલક્ષી પ્રવૃત્તિને વેગ મળે તે માટે બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલફેરની બેઠક સોમવારે કા. કુલપતિ ડો.રોહિત દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેઠકની શરુઆતમાં સભાની કાર્ય નોંધને વંચાણે લઇ મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ એજન્ડા પરના ચાર જેટલા કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થી કલ્યાણ અને ઘડતરલક્ષી પ્રવૃત્તિઓ અંતર્ગત ત્રિદિવસીય શીબીર માટે મળેલ કોલેજોની દરખાસ્તોને મંજુર કરવામાં આવી હતી.

તેમજ નવા શૈક્ષણિક વર્ષમાં યોજાનાર પ્રવૃત્તિઓના આયોજન અંગે વિભાગોને સૂચનાઓ કરવામાં આવી હતી. ઉપરાંત આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર આંતર કોલેજ યુવા મહોત્સવ અંગે પણ ચર્ચા વિચારણા કરાઇ હતી. તો રજુ કરાયેલા સ્ટુડન્ટ વેલફેરના બજેટ પૈકી ત્રિદિવસીય શીબીર માટે 8.45 લાખ જયારે આંતર કોલેજ યુવા મહોત્સવ માટે રૂા.18 લાખ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે રૂા.6 લાખ મંજુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ સહિત અન્ય પ્રવૃત્તિઓ માટે બજેટ માંથી ફાળવણી કરવામાં આવી હતી.આ બેઠકમાં શારીરિક શિક્ષણ વિભાગના વડા ડો. ચિરાગ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પ્રાદેશિક કેન્દ્ર એ એવોર્ડ પ્રાપ્ત કર્યો…

પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પ્રાદેશિક કેન્દ્ર એ એવોર્ડ પ્રાપ્ત કર્યો… ~ #369News

હારીજ ના શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના આયોજન અંગે બેઠક મળી..

પાટણ તા. ૧૪હારીજ તાલુકાના જુનામાંકા શ્રી શિવ સંગમ સંન્યાસ...