fbpx

ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ના ફિલ્મ કલાકારોની ઉપસ્થિત મા પાટણની સેનેલાઈટ સિનેમા ખાતે પ્રોમો યોજાયો..

Date:

પાટણ તા. ૮
પ્રસિદ્ધ ગુજરાતી યુવા ફિલ્મ મેકર વિજયગીરી બાવા નિર્મિત ગુજરાતી ફિલ્મ કસુંંબો આગામી તારીખ 16 મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ફિલ્મને લઈને બુધવારના રોજ ફિલ્મના કલાકારોની ઉપસ્થિતિ વચ્ચે પાટણ શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ સેનેલાઈટ સિનેમા ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની ઉપસ્થિતિ વચ્ચે ફિલ્મનો પ્રોમો યોજાયો હતો.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે એક અલગ ઊંચાઈએ પહોંચી ચૂકી છે અને તેમાં ઘણા ફિલ્મ મેકર્સનો ફાળો છે, તેમાંનું એક નામ વિજયગીરી બાવા પણ છે. ‘પ્રેમજી’, ‘મહોતું’, ‘૨૧મું ટિફિન’, ‘મોન્ટુ કી બિહુ’ અને હવે ‘ કસુંબો’, ‘કસુંબો’ ફિલ્મથીગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખરેખર એક નવો ચીલો ચાતરનાર વિઝનરી ફિલ્મ મેકર વિજય ગીરી બાવા એ અંદાજિત 50 કરોડના ખર્ચે આ ફિલ્મ તૈયાર કરી હોવાની સાથે વષૅ 2016 થી આ ફિલ્મ બનાવવાની તેઓની તમન્ રહી હોવાની સાથે આ ફિલ્મ સનાતન ધમૅ ની રક્ષા કાજે મરીમીટવા ના જનુન ને ચિત્રાંકન કરતાં આ ગુજરાતી ફિલ્મ ની સ્ટોરી હોવાનું ફિલ્મના પ્રોમો પ્રસંગે ઉપસ્થિત રહેલા ફિલ્મના કલાકારો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

શેઠ એમ એન હાઇસ્કુલ, પાટણ ખાતે શિક્ષક દિન ની શાનદાર ઉજવણી કરવામાં આવી….

શાળાના 150 વિધાર્થીઓ એ આચાર્ય, શિક્ષક અને સેવક બની...

અજીમણા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો…

પાટણ તા. ૨૬પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુધવારથી શાળા...

પાટણ એલસીબી ટીમે ત્રણેક માસ પહેલા હિંમતનગર આંગડીયા લુંટને અંજામ આપનાર આરોપીને મુદામાલ સાથે દબોચ્યો.

લુંટમાં ગયેલ ચાંદીના દાગીના સાથે ઝડપાયેલ આરોપીને હિમતનગર પોલીસ...