પાટણ માં ૧૭ બહુમાળી બિલ્ડીગો નાં સંચાલકો ને નોટીસો ની બજવણી કરવામાં આવી.
નોટીસો નહીં સ્વીકારનારાઓ સામે પણ પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે..
પાટણ તા.૪
શહેરી વિસ્તારમાં બહુમાળી ઈમારતો માં અવાર નવાર આગ લાગવાની સજૉતી ધટના ને લઈને અનેક નિર્દોષ લોકો મોતને ભેટતા હોવાનાં કિસ્સાઓ સજૉતા હોય છે ત્યારે આવી આગની ઘટના સમયે મોટાભાગના બિલ્ડીગો માં ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મોટી જાન હાની સજૉવાની શકયતાઓ પ્રબળ બનતી હોય છે ત્યારે આવાં બહુમાળી બિલ્ડીંગો સહિત પાર્ટી પ્લોટો, હોસ્પિટલો, હોટલો, શાળા-કોલેજો સહિતના ગીચ વિસ્તારોમાં ફરજિયાત પણે ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવા ઉમદા આશયથી સરકાર દ્વારા ફાયર સેફ્ટી સુવિધા ફરજિયાત બનાવવામાં આવી છે. જેનાં પગલે પાટણ જિલ્લા ફાયર વિભાગ દ્વારા પણ પાટણ શહેર સહિત ચાણસ્મા, રાધનપુર,હારીજ અને સિધ્ધપુર વિસ્તારમાં ફાયર સેફ્ટી ની સુવિધા વીનાના બહુમાળી ભવન સહિત પાર્ટી પ્લોટો,હોસ્પિટલો,શાળા- કોલેજો ની સ્થળ તપાસ કરી ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ બનાવવા સુચનાઓ આપવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે. તો હાલમાં પાટણ શહેરમાં ફાયર સેફ્ટી બાબતે સર્વેની કામગીરી પૂર્ણ કરી છે જે પૈકી પાટણની શાળા- કોલેજો અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું પાટણ ફાયર વિભાગ નાં જિલ્લા ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું.
પાટણ જિલ્લા ફાયર વિભાગ દ્વારા હાલમાં કરાયેલા સર્વે મુજબ શહેરના શકિતકૃપા હાઈટસ,કેશવ પ્રાઈમ, દશૅન ફ્લેટ, અશોકા ફલેટ, શુકન ફ્લેટ, હસ્તીનાપુર ફ્લેટ, કેશવ હાઈટસ, સપના એપાટૅમેન્ટ,ઈન્દ્રપુરી ફલેટ, ચિંતામણી ફ્લેટ, માં ગાયત્રી દશૅન ફ્લેટ,રાધે ફ્લેટ,શ્રીજી એપાર્ટમેન્ટ,સાઈપ્લાઝા, રાજવી ફ્લેટ, શ્ર્લોક પરિસર મળી કુલ ૧૭ મિલ્કતો ની સર્વે ની કામગીરી પૂર્ણ કરી તમામને નોટીસો ની બજવણી કરવામાં આવી છે.
જેમાંથી શકતિકૃપા હાઈટસ,કેશવ પ્રાઈમ અને દશૅન ફ્લેટ માં ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ તેની સમય મયૉદા પૂર્ણ થયેલી હોય આ ત્રણેય સ્થાન પર ફાયર સેફ્ટી રિન્યુઅલ માટે ની દરખાસ્ત ટુંકમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.તો સર્વે દરમિયાન બાકી રહેલાં બહુમાળી ભવનોમાં ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં પાટણ જિલ્લા ફાયર વિભાગ દ્વારા અગાઉ ત્રણ નોટીસો સ્થાનિક લેવલે થી આપ્યા બાદ છેલ્લી નોટીસ ગાંધીનગર રિજિયોનલ કચેરી મારફત બજવણી કરવામાં આવી હોવા છતાં કેટલીક બહુમાળી ભવન નાં લોકો દ્વારા નોટીસો સ્વીકારવા તૈયાર ન હોય જે બાબતે નોંધ લઈને પાટણ જિલ્લા ફાયર વિભાગ દ્વારા પાટણ નગરપાલિકા નાં અધીકારી સહિતના સતાધીશો સાથે ટુંકમાં વિચાર વિમર્શ કરી નોટીસો ન સ્વિકારનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનુ પાટણ ફાયર વિભાગ નાં ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું.