પાટણ તા. 8 ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સાથે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની મંગળવારે પાટણ ના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી પાટણ શહેર ને હેરિટેજ સિટીમાં સમાવેશ કરવામાં આવે તે માટે અને શહેરમાં આવેલા ઐતિહાસિક દરવાજા નું બ્યુટીફિકેશન કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. પાટણ ના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલ સહિત પાટણના આગેવાનો ની ઉપરોક્ત રજુઆત બાબતે મુખ્યમંત્રી એ હકારાત્મક અભિગમ વ્યકત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી